Gujarat

રાજયમાં કોરોનાના કેસો 100થી નીચે જવાની તૈયારીમાં, નવા 112 કેસ

રાજયમાં કોરોનાના કેસો હવે 100થી પણ ઘટી જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 112 કેસો નોંધાયા છે. જયારે 3 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યું થયાં છે. આજે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 112 કેસો નોંધાયા છે.

જેમાં અમદાવાદ મનપામાં 24, વડોદરા મનપામાં 14, સુરત મનપામાં 13, રાજકોટ મનપામાં 8 ગાંધીનગર મનપામાં 2, જામનગર મનપામાં 2 અને જુનાગઢ મનપામાં 2 એમ કુલ 65 કેસો નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ 8.23 લાખ કેસો નોંધાવવા પામ્યાં છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓનાં મૃત્યું થયા છે. જેમાં અમદાવાદ મનપામાં 1, વડોદરામાં 1 અને ભાવનગરમાં 1 એમ દર્દીઓનો સમાવેશ થાય છે. આજે 305 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે.

હાલમાં રાજયમાં 3687 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાં 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 3666 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. 8,09,506 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જયારે અત્યાર સુધીમાં 10051 દર્દીઓનું મૃત્યુ થયુ છે. રાજયમાં આજે રવિવારે 2.40 લાખ લોકોનું રસીકરણ કરાયુ છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 35564 લોકોને પ્રથમ ડોઝ , 45 વર્ષથી વધુ ઉમરના 47362 લોકોને બીજો ડોઝ , 18થી 45 વર્ષ સુધીના 14191 લોકોને પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષ સુધીના 7027 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top