World

ઓલિમ્પિક્સ આ વર્ષે પણ કોરોનાના કારણે રદ થઈ શકે છે, દર 40 વર્ષે ઓલિમ્પિક્સ રદ્દ થયાનો રહ્યો છે ઇતિહાસ

કોરોના ( corona) એ દુનિયાભરમાં લોકોને હચમચાવી દીધા છે. કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે જાપાને તેનું લોકડાઉન( lock down) વધાર્યું છે. હવે કોરોનાની અસર ઓલિમ્પિક્સમાં પણ જોવા મળે તો નવાઈ નહી. એવી શક્યતા છે કે 23 જુલાઈ, 2021 ના ​​રોજ શરૂ થનારી રમતોની મહાકુંભ ઓલિમ્પિક્સ રદ થઈ શકે છે. જણાવી દઈએ કે સંક્રમણ વધતા આઈપીએલ -2021 ( ipl 2021) પણ અધવચ્ચેથી રદ કરી દેવામાં આવી છે. ઘણા ખેલાડીઓ કોરોનાના ચેપથી સંક્રમિત થયા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ત્યારે હવે ઓલિમ્પિક્સ પણ રદ્દ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

એકવાર કોરોના દેશમાં તબાહી મચાવ્યા બાદ જાપાન ( japan) ની સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. ઓકિયો, ઓસાકા, ક્યોટા અને હ્યોગો સહિત જાપાનના કેટલાક મોટા શહેરોમાં 23 એપ્રિલથી 11 મે દરમિયાન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ અધિકારીઓ આ લોકડાઉનને સંપૂર્ણ રીતે કોરોના સંક્રમણ પર બ્રેક લગાવવા માટે વિચારી રહ્યા છે. આના કારણે યોજાનાર ઓલિમ્પિક ( olympic) રમતો ઉપર ખતરો છે. ટોક્યો ઓલમ્પિક 2020 ( tokyo olympic 2020) કોરોના મહામારીને કારણે રદ્દ થઈ હતી. એવું પહેલીવાર થયું હતું જ્યારે કોઈ મહામારીને કારણે ઓલિમ્પિકની રમતો રદ્દ થઈ હોય. એક વર્ષ વિત્યા બાદ પણ વિશ્વમાં કોરોના હાહાકર મચાવી રહ્યો છે ત્યારે હવે આ વર્ષે પણ ઓલિમ્પિક્સનું આયોજન થાય તેવી શક્યતાઓ નહીંવત છે.

દર 4 વર્ષ પછી યોજાતી ઓલિમ્પિકમાં ઇવેન્ટ્સ અગાઉ પણ રદ્દ થઈ ચુકી છે. આ પહેલા 1940 અને 1980 ના દાયકામાં, ઓલિમ્પિક રદ્દ થઈ હતી.. સૌપ્રથમ 1916માં પ્રથમ વિશ્વવયુધ્ધ દરમ્યાન ઓલમ્પિક્સ રમતો રદ કરવી પડી હતી. ત્યારબાદ 1940 અને 1944 દરમ્યાન બીજા વિશ્વયુધ્ધને લીધે ઓલમ્પિક્સ રમતોનું આયોજન રદ કરવું પડયું હતું. જ્યારે 1980 માં અન્ય દેશોએ તેનો બહિષ્કાર કર્યો હતો.

કોરોના વાઇરસને પગલે દુનિયાભરમાં લૉકડાઉન થઈ રહ્યું છે. ઇવેન્ટ્સ તો દૂરની વાત, લોકો રસ્તા પર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે પાછલા વર્ષે જ ઘણા દેશોએ પોતાના ખેલાડીઓને ઓલિમ્પિકસમાં મોકલવાની ના પાડી દીધી હતી. ત્યારે આ વર્ષે પણ ખેલાડીઓને મોકલવા દેશો તૈયાર ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જેને જોતા ઓલિમ્પિકસ રદ્દ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને સ્થાનિક આયોજકોએ કોવિડ -19 રોગચાળા દરમિયાન ઓલિમ્પિક સંબંધિત નિયમ પુસ્તક બહાર પાડ્યું છે. બુધવારે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે આ પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. બીજી તરફ ટોક્યો, ઓસાકા અને અન્ય ઘણા શહેરોમાં કોવિડ -19 ને કારણે પરિસ્થિતિ ગંભીર રહી છે અને જાપાનમાં રોગચાળાથી મૃત્યુઆંક વધ્યો છે. એવામાં કોઈ દેશ રમતમાં ભાગ લેવાનો ખતરો ઉઠાવી શકે નહીં.

સર્વેક્ષણો દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે 70 થી 80 ટકા જાપાનીઓ ઓલિમ્પિક કાર્યક્રમોની વિરુદ્ધ છે. જાપાનની માત્ર એક ટકા વસ્તીને રસી આપવામાં આવી છે અને ઓલમ્પિક રમતો 23 જુલાઇથી શરૂ થાય ત્યાં સુધી તેમાં કોઈ ખાસ વધારો થવાની સંભાવના નથી. અધિકારીઓએ કહ્યું કે જાપાની ખેલાડીઓની રસી આપવામાં આવી નથી જેથી રમત દરમ્યાન જોખમ વધી શકે છે.

Most Popular

To Top