Business

સોનામાં પણ કોરોનાની અસર : અક્ષયતૃતિયાના શુભ દિવસે ખરીદી નિરાશાજનક રહેવાની આશંકા

કોરોના (CORONA)ની બીજી લહેર (SECOND WAVE) એટલી ભયાનક છે કે દેશભરના મોટા ભાગના શહેરોમાં લોકડાઉન (LOCK DOWN IN METRO CITIES) અથવા આંશિક લોકડાઉન (MINI LOCK DOWN)નો અમલ છે, જેના લીધે જવેલર્સની દૂકાનો બંધ (JEWELER SHOP CLOSED) રહેવાના પગલે આગામી અક્ષયતૃતિયાના શુભ દિવસે સોનાની ખરીદી નિરાશાજનક રહેવાની આશંકા સેવવામાં આવી રહી છે.

સોનાની ખરીદી લગ્નસરાં (MARRIAGE SEASON) માટે કરવી હોય કે રોકાણ માટે અક્ષયતૃતીયાનો દિવસ શુભ એટલા માટે ગણાય છે કે તે દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી. પણ’ દેશભરના જ્વેલર્સ માટે શુક્રવારની અક્ષયતૃતીયાનો દિવસ સતત બીજા વર્ષે નિરાશા આપે તેવો રહે તેવી આશંકા છે. અનેક રાજ્યોમાં લોકડાઉન સહિતના કડક નિયંત્રણો ચાલુ હોવાથી’ સોની બજાર અને આભૂષણની દુકાનો આ’ અક્ષયતૃતીયાએ બંધ રહેશે. એક જ્વેલરે કહ્યું કે, ગ્રાહક સેન્ટિમેન્ટ એટલું નબળું પડી ગયું છે કે, દુકાનો ચાલુ હોત તો પણ વેચાણ ઓછું મળ્યું’ હોત. લોકડાઉનના નિયંત્રણોને કારણે ઘટેલી આવક અને સોનાના ઉંચા ભાવને કારણે ગ્રાહકોએ આ વર્ષે લગનસરાંની ખરીદી બહુ કરી નથી.

જોકે, અક્ષયતૃતીયાએ જે કંઈ ખરીદી થશે તે મુખ્યત્વે સોનાની લગડી અને સિક્કાની થશે અને તે પણ આ તહેવારનું શુકન સાચવવા પૂરતી થશે.” જ્વેલર્સ નિરાશ એ વાતે છે કારણકે સળંગ બીજા વર્ષે ગૂડી પડવાના દિવસનું વેચાણ પણ તેમણે જતું કરવું પડ્યું હતું તે પછી અક્ષયતૃતીયામાં પણ વેચાણ બહુ નહીં થાય.” ડબલ્યુએચપી જ્વેલર્સના ડિરેક્ટર આદિત્ય પેઠેએ કહ્યું કે, ગૂડીપડવો અને અક્ષયતૃતીયા વર્ષના’ આ બે દિવસો જ્વેલર્સ માટે મુખ્ય’ હોય છે. એ વેચાણ નહીં’ મળે તો કુશળ અને અર્ધ-કુશળ કારીગરોને રોજગાર પૂરો પાડતા સંગઠિત રિટેલ ક્ષેત્ર સામે મોટી મુશ્કેલી વધશે.’ એક રિટેલર તરીકે પણ અમને લોન, ભાડાં અથવા કરવેરામાં કોઈ રાહત નથી અપાઈ જેને કારણે ઉદ્યોગની કમર ભાંગી’ છે.’

જોકે, જે રોકાણકારો અક્ષયતૃતિયાનો શુભ અવસર સાચવવા માગતા હોય તેઓ ઓનલાઇન ખરીદી કરશે. પરંતુ જે સ્થિતિ જવેલર્સની જોવા મળી રહી છે, તેમાં એકબાજું સોનાના વધતા જતાં ભાવો છે અને બીજી બાજું જવેલર્સની દુકાનો બંધ રહેવાથી જવેલર્સને મોટું નુકશાન વેઠી રહ્યા છે. કોરોના મહામારીની બીજી લહેર વધુ ગંભીર છે તેવા સમયે ગ્રાહકોમાં સોનામાં રોકાણ કરવાનો વિશ્વાસ વધશે કારણકે સોનું ભારતીયો માટે સુરક્ષિત રોકાણ મનાય છે અને સોનાના વધતા ભાવ પણ તેને સમર્થન આપી રહ્યા છે.’ મહામારી દરમિયાન ગ્રાહકોએ સોનામાં ઈટીએફ, ઈ-ગોલ્ડ પેપર ગોલ્ડમાં રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે. સોનાના ભાવમાં પણ ઉતાર ચડાવ જોવાયો છે.”

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top