SURAT

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી જામીન મળ્યા, આગામી સુનાવણી 3 મેના રોજ થશે

સુરત: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) માનહાનિના કેસમાં થયેલી સજા સામે આજે સુરત કોર્ટમાં (Surat court) અરજી કરવા માટે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે 13 એપ્રિલ સુધીના જામીન આપ્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે. આ કેસમાં સજા સંભળાવ્યાના 11 દિવસ બાદ તેણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસના નેતા અને તેમની બહેન પ્રિયંકા ગાંધી સુરત જતા પહેલા તેમને મળવા આવ્યા હતા. તે પણ રાહુલ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચી હતી. આ પહેલા સોનિયા ગાંધી પણ રાહુલને મળ્યા હતા. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે છે.

રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે આજે કોર્ટની પ્રોસિઝર માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતાં. ફરિયાદ પક્ષ દ્વારા 10મી અપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે અને 13/4/2023 સજાના સ્ટે માટેની સુનાવણી માટેની તારીખ આપવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા નૈષધ દેસાઈ રાહુલ ગાંધીના નવા જામીનદાર બન્યા છે. તમને જણાવી દઈએ કે નીચલી કોર્ટની સજાની ને પડકારતી અપીલ રાહુલ ગાંધીનાં વકીલો રાજેન્દ્રસિંહ ચિમા અને કિરીટ પાનવાળા એ દાખલ કરી હતી અને નીચલી કોર્ટના સજાના હુકમને સ્થગિત કરવા રજૂઆત કરી ,ન્યાયાધીશ રોબિન પોલ મોગેરા એ અરજી મંજુર કરી આગામી સુનાવણીની તારીખ 13 એપ્રિલ 2023 રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીથી સુરત ઈન્ડિગોની ફ્લાઇટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુરત આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ- અશોક ગેહલોત (રાજસ્થાન), ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) અને સુખવિંદર સિંહ સુખુ (હિમાચલ પ્રદેશ) પણ સુરત આવી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

કોર્ટમાં અપીલ દાખલ
માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રહાુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. જો કે સુરતની કઈ કોર્ટમાં કેસ જશે તે હજી સુધી સામે આવ્યું નથી. કોર્ટની આજની સુનાવણી બાદ આગલી તારીખ 3/5/2023 રેહશે.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીના સપોર્ટમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત આવવા માટે નીકળી ગયા હતા. રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે કોંગ્રેસ કાર્યલયથી કોંગ્રેસ કાર્યકરો ખાનગી બસમાં સુરત માટે રવાના થયા હતા. જો કે તેઓ સુરત આવે તે પહેલા જ ભરૂચ ખાતે તેમને રોકી દેવામાં આવ્યાં હતાં. આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ કહ્યું કે, સત્ય પરેશાન થાય છે, પરંતુ જીત હંમેશા સત્યની થાય છે.

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દિલ્હીથી સુરત ફ્લાઇટ દ્વારા સુરત આવી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી સુરત પહોંચે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો સુરત કોર્ટની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. રાહુલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ જેવા નારા લગાવી રાહુલ ગાંધનું સમર્થન કરી રહ્યા હતા. ત્યારે સુરત પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાટત કરી છે. તેમજ મહિલા કાર્યકરોની પણ અટકાયત કરી છે. હવે ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુરત આવી પહોંચે.

અશોક ગેહલોતે કહ્યું- અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સુરતમાં કહ્યું હતું કે અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. અમે અમારી એકતા બતાવવા માટે અહીં આવ્યા છીએ. અમે દેશને બચાવવા માટે ‘સત્યાગ્રહ’ કરી રહ્યા છીએ. ઈન્દિરા ગાંધીના પૌત્ર અને રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી સાથે આજે કેવું વર્તન કરવામાં આવે છે તે દેશ જોઈ રહ્યો છે.

મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ 30 દિવસના જામીન માંગ્યા હતા અને તેમને જામીન મળ્યા પણ હતા. જો કે બીજા જ દિવસે રાહુલ ગાંધીએ સાંસદ પદ ગૂમાવ્યું પડ્યું હતું. ત્યારે સાંસદ પદ ગૂમાવ્યાના 11 દિવસ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે પહેલા રિહર્લસ કરવામાં આવ્યું હતું. તેમના આવવાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના મહિલા નેતાઓને નજર કેદ કરાયા છે.

સુરત કોર્ટની બહાર ગુજરાત કોંગ્રેસનો દેખાવ
રાહુલ ગાંધી અને તેમનો વકીલોનો કાફલો સુરતની કોર્ટમાં અરજી કરવા માટે દિલ્હીથી સુરત માટે નીકળી ગયા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો સુરત કોર્ટની બહાર આવી પહોંચ્યા છે. તેમજ મહારાષ્ટ્રથી પણ કેટલાક કાર્યકરો સુરત આવી પહોંચ્યા છે. આ સાથે જ રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,પ્રિયંકા ગાંધી,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ કોર્ટમાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાહુલના સાંસદ કેમ ગયા?
હકીકતમાં, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તેને 2 વર્ષની સજા ફટકારી છે.

Most Popular

To Top