National

‘બેવડા ચરીત્રનો પર્દાફાશ..’, PM મોદીએ કાચાથીવુ ટાપુ મુદ્દે ફરી કોંગ્રેસ-DMK પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સોમવારે (1 એપ્રિલ, 2024) શ્રીલંકાને કાચથીવુ ટાપુ (Kachthivu Island) આપવાના મુદ્દે ફરી એકવાર કોંગ્રેસ (Congress) અને તમિલનાડુના (Tamil Nadu) મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનની ડીએમકે (DMK) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ડીએમકેએ તમિલનાડુના લોકોના હિતોની રક્ષા માટે કંઈ કર્યું નથી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, “સ્પીચ આપવા સિવાય ડીએમકેએ તમિલનાડુના હિતોની રક્ષા માટે કંઈ કર્યું નથી. કાચથીવુ પર બહાર આવી રહેલી નવી માહિતીએ ડીએનકેના બેવડા ચરિત્રને સંપૂર્ણ રીતે ખુલ્લા પાડ્યા છે.

શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ અને ડીએમકે એક જ પરિવારના સભ્યો છે. તેઓ માત્ર તેમના પોતાના દીકરા-દિરીઓઓ આગળ વધે તેની કાળજી રાખે છે. તેઓ બીજા કોઈની ચિંતા કરતા નથી. “કાચથીવુ પ્રત્યેની તેમની ઉદાસીનતાએ આપણા ગરીબ માછીમારો અને ખાસ કરીને માછીમારોના હિતોને નુકસાન પહોંચાડ્યું છે.”

તેમણે સોશિયલ મીડિયા X પરના એક સમાચારને પીન કર્યો હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તત્કાલીન મુખ્યમંત્રી એમ કરુણાનિધિ કરાર માટે સંમત થયા હતા. જ્યારે ડીએમકેએ તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ રવિવારે (31 માર્ચ, 2024) કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ વિશે શું કહ્યું?
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, “ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નબળા પાડવી એ કોંગ્રેસની 75 વર્ષથી કામ કરવાની રીત રહી છે.” વાસ્તવમાં તમિલનાડુના બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈએ આરોપ લગાવ્યો છે કે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ શ્રીલંકાને કાચથીવુ ટાપુ આપવા તૈયાર હતા. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

400 બેઠકો, જનતાનો નિર્ણય
અગાવ પીએમ મોદીએ આગામી લોકસભા ચૂંટણી 2024માં 400 સીટો જીતવા માટે લગાવવામાં આવી રહેલા નારા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ જનતાનો નિર્ણય છે. દેશની જનતાએ મિશન 400 નક્કી કર્યું છે, મેં નહીં. પીએમએ કહ્યું કે ભાજપે લોકોને રાજકીય સ્થિરતા અને તેમના મતની શક્તિનું મહત્વ સમજાયું છે. તમિલનાડુમાં 39 લોકસભા સીટ છે. તેમજ રાજ્યમાં 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

Most Popular

To Top