સુરત પોલીસે હતાશામાં ગરકાવ લોકોને આશા તરફ વાળવા માટે એક સંવેદનશીલ પહેલ કરી છે. જેને એક વર્ષમાં નોંધનીય સફળતા સાંપડી છે.658 કરતાં વધુ કોલ સુરત પોલીસને આવ્યા છે તેમાંથી આપઘાત પ્રયાસના 122 કોલ છે અને માનસિક રીતે હતાશ નિરાશ લોકોની સમસ્યાનું સમાધાન કર્યું છે. સુરત પોલીસ કંટ્રોલરૂમ પાસેથી મળતી માહિતી મુજબ આપઘાત નિવારણ હેલ્પ લાઈન મો. નં.8128308100 અને 8128369100 તથા 100 અને 112 નંબરોનો સમાવેશ થાય છે. લોકોના આપઘાતનું મુખ્ય કારણ આર્થિક સંકડામણ, પારિવારિક ઝઘડાઓ, નાણાંકીય સમસ્યા, વ્યાજે રૂપિયા પર્સનલ લોન લઈ લોનના હપ્તા કે રૂપિયા ન ચૂકવી શકાય ત્યારે આપઘાત કરી લેતા હોય છે.
વિદ્યાર્થીઓ પણ ભણવામાં રસ ન હોય ત્યારે સ્કૂલ કોલેજમાંથી શિક્ષકો દ્વારા કે પરિવાર દ્વારા કોઈ વાતે ટોકવામાં આવે તો ઓછી સહનશક્તિને લીધે વિદ્યાર્થીઓ પણ આપઘાત જેવું અંતિમ પગલું ભરે છે. બધી સમસ્યાના નિવારણ માટે સુરત પોલીસ દ્વારા આપઘાત નિવારણ હેલ્પલાઇન નંબર જે જાહેર કરવામાં આવ્યા છે. એથી સમસ્યાનું નિવારણ લાવવામાં સફળતા મળી છે. સુરત પોલીસની સંવેદનશીલ પહેલ તેમ કહી શકાય. હતાશાથી આશા તરફ વધારે સફળતા માટે પરિવાર અને શિક્ષણ સાથે ધર્મ અપનાવવો જોઈએ.
સુરત – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.