SURAT

કોલેજોએ પોતાની એકેડેમિક વેબસાઇટનું ડોમેઇન nic.in જ રાખવાનું રહેશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) અનેક કોલેજોએ (Colleges) પોતાની એકેડેમિક વેબસાઇટનું ડોમેઇન .com, .in, .coin, .edu અને .edu.in રાખ્યું છે. જે મામલે યુનિવર્સિટીને ફરિયાદ મળી હતી. જેથી યુનિવર્સિટીએ તાકિદે કોલેજોને પરિપત્ર કરીને એકેડેમિક વેબસાઇટનું ડોમેઇન nic.in રાખવા માટે આદેશ કર્યો છે.

સુરત શહેર જિલ્લાની અમુક ખાનગી સંસ્થા એજ્યુકેશનના નામ પર જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો દેખાડી તથા પાસ કરવાની લાલચ આપતા વિદ્યાર્થીઓ પાસેથી મસ મોટા રૂપિયા પડાવી લેતી હોય છે. એટલું જ નહીં, આ સંસ્થાઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સરકારી, ગ્રાન્ટેડ સાથે ખાનગી કોલેજોના જ નામનો ઉપયોગ કરી રહ્યી છે. ઉપરાંત કોલેજોનો જેવો લોગો હોય છે, તેવો જ મળતો લોગોનો પણ ઉપયોગ કરી રહી છે. આમ આવી ફરિયાદ શિક્ષણ વિભાગ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને મળતા તેમણે બુધવારે કોલેજોને પરિપત્ર કર્યો છે.

  • યુનિવર્સિટીના કે તેની કોલેજના નામનો અથવા લોગોનો ઉપયોગ કરતી કોઈ ખાનગી સંસ્થા જણાય તો તાકિદે જાણ કરવા સૂચન
  • સુરત શહેર જિલ્લાની કોઇ લેભાગુ સંસ્થા વિદ્યાર્થીઓને છેતરી નહીં જાય તે માટે VNSGUનું પગલું

જે પરિપત્રમાં એવું જણાવાયું છે કે ઘણી બધી કોલેજોએ પોતાની વેબસાઇટ એકેડેમિક ડોમેઇન સિવાય કાર્યરત કરી છે. જેથી કોલેજોને જણાવવાનું કે યુનિવર્સિટીની કોલેજોએ એકેડેમિક ઉપયોગ મામલે પોતાનું વેબસાઇટનું ડોમેઇન .com, .in, .coin, .edu અને .edu.in જેવું કે પછી અન્ય ડોમેઇન રાખ્યું હોય તો તેને તાકિદે બંધ કરી દેવાનું રહેશે. કોલેજોએ તમામ ડોમાઇનની જગ્યાએ nic.in રાખવાનું રહેશે. જે ડોમાઇનું રજિસ્ટ્રેશન એજ્યુકેશનુ અને રિસર્ચ નેટવર્કની વેબસાઇટ પર જઇને જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બીજી તરફ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે nic.in હોય તેવી જ સંસ્થાઓ સરકાર માન્ય સંસ્થા છે. તે સિવાય કોઇ ખાનગી સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોના નામ પર વેબસાઇટ ચલવતી હોય તો તાકિદે યુનિવર્સિટીનું ધ્યાન દોરવું.

Most Popular

To Top