National

ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું નિધન

નવી દિલ્હી: ચીનના (China) પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીનનું શરીરના અનેક અંગો કામ ન કરવાને કારણે 96 વર્ષની વયે શાંઘાઈમાં બુધવારના રોજ અવસાન (Death) થયું છે. જણાવી દઈએ કે તેઓ ભારતની (India) મુલાકાત લેનારા પ્રથમ ચીની રાષ્ટ્રપતિ હતા. તેમણે 1996 માં ભારતની મુલાકાત લઈ વિવાદિત સરહદ પરનો તણાવ ઓછો કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરીને બંને દેશો વચ્ચે એક નવા યુગની શરૂઆત કરી હતી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેઓનું નિધન લ્યુકેમિયા અને શરીરના અનેક અંગો કામ ન કરવાને કારણે 96 વર્ષની વયે શાંઘાઈમાં નિધન થયું હતું. કોમરેડ જિઆંગ ઝેમીન એક ઉત્કૃષ્ટ નેતા હતા જેમને સમગ્ર પક્ષ, સમગ્ર સેના અને તમામ વંશીય જૂથોના ચીની લોકો દ્વારા ઉચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ એક મહાન માર્ક્સવાદી હતા તેમજ ક્રાંતિકારી હતા.

ચીનને આર્થિક રીતે મજબૂત બનાવ્યું
તત્કાલિન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા અને ચીનના ટોચના અધિકારી ડાઈ બિંગગુઓને પ્રથમ વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી, દ્વિપક્ષીય મિકેનિઝમ હેઠળ 22 બેઠકો થઈ છે. ઝેમિને તિયાનમેન સ્ક્વેર તરફી લોકશાહી વિરોધના પરિણામે દેશનું નેતૃત્વ કર્યું અને આર્થિક સુધારાઓને સમર્થન આપ્યું. 1989 ના તિયાનમેન ક્રેકડાઉન પછી વિભાજીત સામ્યવાદી પક્ષનું નેતૃત્વ કરીને, ઝેમિને ચીનમાં બજાર લક્ષી સુધારાઓ હાથ ધર્યા. કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે 13 વર્ષ સુધી, તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીમાં મૂડીવાદીઓને આવકારીને અને ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં જોડાયા પછી વિદેશી રોકાણ લાવીને ચીનને આર્થિક રીતે મજબૂત બનાવ્યું હતું.

ઝેમીનના કાર્યકાળ દરમિયાન જ 1997માં હોંગકોંગ બ્રિટિશ શાસનમાંથી પરત ફર્યું હતું અને 2001માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં જોડાયા. ઝેમિને 2004માં તેમનું સરકારી પદ છોડી દીધું, પરંતુ તેઓ સક્રિય તો હતાં જ જેના કારણે વર્તમાન પ્રમુખ શી જિનપિંગ સત્તામાં આવ્યા. તેમણે 2012માં સત્તા સંભાળી. જણાવી દઈએ કે જિયાંગનો જન્મ 17 ઓગસ્ટ, 1926ના રોજ પૂર્વીય શહેર યાંગઝોઉમાં થયો હતો.

Most Popular

To Top