Madhya Gujarat

નડિયાદના અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

નડિયાદ: નડિયાદના ૨૭ વર્ષીય અક્ષર પટેલને સન ૨૦૧૪ ની સાલમાં ભારતીય ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળી હતી. વન-ડે મેચમાં ડેબ્યુ કર્યાના બીજા જ વર્ષે અક્ષર પટેલને ટી-૨૦ મેચમાં પણ સ્થાન મળ્યું હતું. જો કે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવા માટે અક્ષર પટેલને ઘણી રાહ જોવી પડી હતી.

જો કે ટેસ્ટ મેચમાં પણ સ્થાન મેળવવાનું મનોમન નક્કી કરી ચુકેલા અક્ષર પટેલને આખરે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ચેન્નાઈ ખાતે ઈગ્લેન્ડ઼ વિરૂધ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાનો તક મળી ગઈ હતી. ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યાના લગભગ સાત વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી હોઈ અક્ષર પટેલ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે સંપૂર્ણ રીતે ફિટ હતો. અને સખત તૈયારી બાદ મેદાનમાં ઉતરેલા અક્ષર પટેલે શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં કોઈ કસર છોડી ન હતી.

લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે ઈગ્લેન્ડ વિરૂધ્ધ રમાયેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગ્સમાં ૨૦ ઓવર નાંખી હતી. જે પૈકી ૩ ઓવર મેડન કાઢી હતી. અને માત્ર ૪૦ રન આપી બે વિકેટ મેળવી હતી.

જે બાદ બીજી ઈનીંગ્સમાં અક્ષર પટેલે નાંખેલી ૨૧ ઓવર પૈકી ૫ ઓવર મેડન કાઢી હતી. જેમાં માત્ર ૬૦ જ રન આપી ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી કરી હતી. એટલે કે પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં ઈંગ્લેન્ડ ટીમના મહત્વના બેટ્સમેન જેવા કે ડોમીનીક સિબ્લે, જેક લીચ, જો રૂટ ઉપરાંત ઓલી પોપ અને ઓલી સ્ટોનની વિકેટ ઝડપી હતી.

અક્ષર પટેલે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં બંને ઈનીંગ્સમાં મળી કુલ ૪૧ ઓવર એટલે કે ૨૪૬ બોલ ફેંક્યાં હતાં. જે પૈકી ૮ ઓવર મેડન ગઈ હતી. અને માત્ર ૧૦૦ જ રન આપી કુલ ૭ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી.

નડિયાદના અક્ષર પટેલે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શ્રેષ્ઠ પ્રદર્શન આપતાં નડિયાદ સહિત સમગ્ર ચરોતરમાં હર્ષોલ્લાસ છવાયો હતો. ચરોતરવાસીઓ સહિત દેશભરના ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટર અક્ષર પટેલને સોશ્યલ મિડીયાના માધ્યમથી શુભેચ્છા વરસાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top