SURAT

સોમવારથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાયનલ અને મંગળવારથી ઇન્ટરમિડિયેટની પરીક્ષા શરૂ

સુરત : કોરોના (Corona) વાયરસની મહામારીના ત્રણ વર્ષ બાદ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ (CA) ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા (Exam) રેગ્યુલર રીતે લેવાઇ રહી છે. આજે એટલે કે પહેલી નવેમ્બરને મંગળવારથી ફાઇનલની અને બીજી નવેમ્બરને બુધવારથી ઇન્ટરમિડિયેટની પરીક્ષા શરૂ થશે.

સુરત શહેર સહિત દેશના 290 પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાશે. આઇસીએઆઇએની ફાઇનલની પરીક્ષા પહેલીથી 16 નવેમ્બર સુધી ચાલનારી છે, જ્યારે ઇન્ટરમિડિયેટની પરીક્ષા બીજીથી 17 નવેમ્બર સુધી ચાલનારી છે. આઇસીએઆઇએ બંને પ્રોગ્રામની પરીક્ષાની એડમિટ કાર્ડ અપલોડ વેબસાઇટ પર કરી લીધા છે. જે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી દેવાના રહેશે. એડમિટ કાર્ડ વિના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં. ફાઇનલની સાથે ઇન્ટરમિડિયેટ પરીક્ષાને લઇને સુરતીઓ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

પરીક્ષા મામલે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબત

  • એડમિટ કાર્ડની સાથે સરકાર માન્ય ફોટોવાળું આઇડી પ્રુફ લઇ જવાનું રહેશે
  • પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે
  • પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર, મોબાઇલ ફોન, ડિજિટલ વોચ સહિતના ગેજ્ટ્સ લઇ જઇ શકાશે નહીં
  • પરીક્ષાનું પ્રશ્નપત્ર અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે
  • પરીક્ષામાં બેસવા માટે ઉમેદવાર બેમાંથી કોઇ પણ એકને પસંદ કરી શકશે
  • પ્રશ્નપત્ર વાંચવા માટે વિદ્યાર્થીઓને 15 મિનિટનો સમય અપાશે
  • પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓએ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે
  • પરીક્ષાનો સમય પૂર્ણ થયા પછી જ વિદ્યાર્થીઓ હોલમાંથી બહાર જઇ શકશે

ધો. 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થતાં પહેલો લેબોરેટરીનું ઇન્સ્પેક્શન
સુરત : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ-10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા પહેલી જાન્યુઆરીથી શરૂ થશે. પરીક્ષા પહેલા બોર્ડે સ્કૂલોની લેબોરેટરી તપાસવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષા અગામી 15 ફેબ્રુઆરાથી યોજાઇ શકે છે. તે પહેલા બોર્ડ પહેલી જાન્યુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા લેશે.

આ પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય તે માટે બોર્ડે સ્કૂલોની લેબોરેટરીનું ઇન્સ્પેક્શન કરવાનો નિર્ણય લીધો છે. આ ઇન્સ્પેક્શન બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા બાહ્ય પરીક્ષકો પરીક્ષા શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ કરશે. જેમાં લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ માટેની સુવિધા, સાધનો સહિતની બાબતોનું ઇન્સ્પેક્શન કરાશે. ધોરણ-10માં અને 12માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પણ સંબંધિત સ્કૂલોમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. સ્કૂલોની પ્રેક્ટિકલ પરીક્ષા બે સભ્યોની સમિતિની દેખરેખ હેઠળ થશે. એક બાહ્ય અને બીજો આંતરિક પરીક્ષક હશે. આંતરિક પરીક્ષક સંબંધિત સ્કૂલોના શિક્ષક હશે. બાહ્ય પરીક્ષકની નિમણૂક બોર્ડ કક્ષાએથી કરવામાં આવશે, જ્યારે આંતરિક પરીક્ષકની નિમણૂક સંબંધિત સ્કૂલોના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top