Gujarat

અમદાવાદમાં આજથી AMTS-BRTS ફરી ચાલુ કરાશે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં 7મી જૂનથી 50 ટકા કેપેસિટી સાથે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 7મી જૂન સોમવારથી અમદાવાદ શહેરના નાગરિકો માટે એએમટીએસ અને બીઆરટીએસ 50 ટકા સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત હાલમાં 50 ટકા બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. સવારે છ વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી એએમટીએસ અને બીઆરટીએસ બસ કાર્યરત રહેશે. બસમાં મુસાફરી કરનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે, તેમજ કોઇપણ વ્યક્તિ થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ બસના દરેક કર્મચારીને ફરજ ઉપર હાજર કરતાં પહેલાં શરદી, ખાંસી, તાવ માટેનું ચેકિંગ કરવામાં આવશે. થર્મલગનથી શરીરનું ટેમ્પરેચર તપાસવામાં આવશે. જો તે યોગ્ય જણાશે તો જ તેને ફરજ ઉપર ગોઠવવામાં આવશે.

Most Popular

To Top