World

બ્રિટિશ રાજકારણમાં ઉથલપાથલ: નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે રાજીનામું આપ્યું

નવી દિલ્હી: બ્રિટિશ (British) રાજકારણમાં (Government) નવો ઉથલપાથલ મચી ગયો છે. નાણામંત્રી (Minister of Finance) ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી (Health Minister) સાજિદ જાવિદે આજે પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું છે. તેમણે પીએમ બોરિસ જોન્સનના નેતૃત્વને ટાંકીને રાજીનામું આપ્યું છે તેમજ તેમની કાર્યશૈલી પણ સવાલો ઉઠાવ્યા છે. અગાઉ, જ્હોન્સને તેના એક મંત્રી સામે જાતીય ગેરવર્તણૂકની ફરિયાદ સાથે સંકળાયેલા તાજેતરના કેસ માટે માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો. આ પગલાથી પહેલાથી જ સંકટથી ઘેરાયેલા પીએમ જોન્સનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘટનાના પગલે બોરિસ જોન્સનની સરકારમાં ખળભળાટ મચી ગયો છે.

  • બ્રિટનના નાણામંત્રી અને હેલ્થ સેક્રેટરીએ આપ્યું રાજીનામું
  • બોરિસ જોન્સનની સરકારમાં ખળભળાટ મચી ગયો
  • પીએમ બોરિસ જોન્સનના નેતૃત્વને ટાંકીને રાજીનામું આપ્યું તેમજ તેમની કાર્યશૈલી પણ સવાલો ઉઠાવ્યા
  • ઋષિ સુનકે આ અંગેની જાણકારી પોતે ટ્વીટ કરીને આપી
  • સાજિદ જાવિદે જણાવ્યું કે જોન્સનની ક્ષમતા પરથી તેમને વિશ્વાસ ઉઠી ગયો

ઋષિ સુનકે આ અંગેની જાણકારી પોતે ટ્વીટ કરીને આપી છે. તેમણે કહ્યું કે જનતા આશા કરે છે કે સરકાર યોગ્ય, ગંભીર અને સક્ષમ રીતે સંચાલિત થશે પરંતુ મોટેભાગના સમયમાં આવું થતું નથી. બની શકે કે એક મંત્રીના રૂપમાં આ મારી અંતિમ નોકરી હોય. એટલા માટે જ હું પ્રધાનમંત્રી બોરિસની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું. 

સાજીદ જાવિદે જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ કૌભાંડો પછી રાષ્ટ્રીય હિતમાં શાસન કરવાની જોન્સનની ક્ષમતા પરથી તેમને વિશ્વાસ ઉઠી ગયો છે. તેણે કહ્યું કે તે હવે સારા અંતરાત્માથી કામ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો અને જનતાએ રાષ્ટ્રીય હિતમાં શાસન કરવાની જોન્સનની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવ્યો છે. સાજિદ જાવિદે જ્હોન્સનને લખેલા પત્રમાં કહ્યું છે કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે તમારા નેતૃત્વમાં પરિવર્તનની કોઈ શક્યતા દેખાતી નથી. એટલા માટે તમે મારો વિશ્વાસ ગુમાવી દીધો છે.

Most Popular

To Top