Entertainment

બોલિવૂડની સતત ફ્લોપ ફિલ્મો પર ફરહાન અખ્તરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- હવે આપણે…

મુંબઈ: વર્ષ 2022 બોલિવૂડ (Bollywood) માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ભૂલ ભુલૈયા 2’ સિવાય આ વર્ષે કોઈ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર કમાલ કરી શકી નથી. આમિર ખાનથી લઈને અક્ષય કુમાર સુધી આ વર્ષ લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. આ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે સતત ફ્લોપ (Flop) થતી બોલિવૂડ ફિલ્મો (Film) અંગે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન ફરહાને કહ્યું કે કેટલાક સમયથી લોકો અન્ય ભાષાનું કન્ટેન્ટ જોવા લાગ્યા છે. આ સિવાય તેણે કહ્યું કે હવે વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનાવવું પડશે, તો જ કંઈક કરી શકાશે. અભિનેતાએ કહ્યું, ‘દરેક વ્યક્તિ પોતાની ભાષા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ છે. ક્યારેક એક જ શબ્દ બધી લાગણીઓ વ્યક્ત કરી દે છે પણ ડબ કરેલી ફિલ્મોમાં એવું નથી હોતું, ક્યારેક લાગણીઓ બદલાઈ જાય છે.

વઘારામાં અભિનેતાએ કહ્યું કે, ‘લોકો સંપૂર્ણપણે અંગ્રેજીમાં બનેલી ફિલ્મ જોઈ શકે છે. આપણે હવે આ અવરોધ તોડવો પડશે. આપણે હવે એવી ફિલ્મ બનાવવાની છે જે કોઈપણ ભાષામાં સમાન લાગણી વ્યક્ત કરી શકે. તેણે આગળ કહ્યું કે હવે આપણે એવેન્જર્સની પદ્ધતિ અપનાવવી પડશે. ઉલ્લેખનીય છે કે, ફરહાન હાલમાં જ મિસ માર્વેલ સિરીઝમાં જોવા મળ્યો હતો. ફરહાને જણાવ્યું કે આ ફિલ્મો અંગ્રેજી ભાષામાં હોવા છતાં પણ લોકોએ તેને વાંધો નહોતો લીધો કારણ કે તેનું કન્ટેન્ટ કંઈક એ પ્રકારનું હતું કે તમામ લોકો તે ફિલ્મને સમજી શકે છે. આપણે પણ હવે આ જ પદ્ઘતિથી કામ કરવું પડશે, જો કે ભાષાની સમસ્યા ઘણી પાછળથી આવે છે.

ઉલ્લેખનીય છે કે, ફરહાન હાલમાં જ મિસ માર્વેલ સિરીઝમાં જોવા મળ્યો હતો. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘ઝિંદગી મિલેગી ના દોબારા’ તેમની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. અભિનય ઉપરાંત તે એક સફળ નિર્દેશક પણ છે. અત્યાર સુધી તેણે ‘દિલ ચાહતા હૈ’, ‘લક્ષ્ય’ અને ‘ડોન’ અને ‘ડોન 2’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

Most Popular

To Top