SURAT

ટ્રાફિક પોલીસના પેજ ઉપર હેલ્પલાઇન નંબરની યાદી જાહેર: પોલીસ-TRBના ભોગ બનો તો સીધો સંપર્ક કરો

સુરત: સરથાણામાં (Sarthana ) તોડબાજ ટીઆરબી (TRB ) જવાનોએ વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra ) ઉપર કરેલ હુમલાનો મુદ્દો ખુબ ગાજ્યો હતો. જેને લઇને પોલીસ (Police) કે ટીઆરબી જવાનો હવે તવાઈ આવી હોઈ તેવું ચોક્કસ કહી શકાય. સુરત શહેર પોલીસ કમિશ્નર (Commissioner of Police) દ્વારા સમગ્ર ઘટનાને લઇને એક્શન પ્લાન બનાવીને હેલ્પ લાઈન નંબરો (Helpline numbers) જારી કરી દેવામાં આવ્યા છે. અને જો કોઈ પણ પોલીસ કે ટીઆરબી જવાનો ગેર વર્તણુક કરે તેવા સંજોગોમાં પોલીસ કંટ્રૉલ રૂમ-એસીપી, ડીડીપી, એડિશનલ કમિશ્નર અને સુરત શહેર પોલીસ કમિશ્નરનો સીધો સંપર્ક સાધવા માટે નંબરોની યાદી પણ બહાર પાડવામાં આવી છે.સુરત શહેર ટ્રાફિક પોલીસ પોલીસના ઓફિશ્યલ પેજ ઉપર નંબરોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

આ રહ્યા મોબાઈલ નંબરો
18મી ઓગસ્ટના રોજ સોશ્યલ મીડિયા ઉપર એક વીડિયો સંદર્ભમાં સુરત શહેરના સરથાણા વિસ્તારમાં trb દ્વારા વકીલ મેહુલ બોઘરા ઉપર કરવામાં આવેલ હુમલાના પ્રકરણમાં જવાબદારો વિરુદ્ધ આઇપીસી 307 મુજબનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહીનો દોર ચલાવવામાં આવ્યો હતો.જે અંતર્ગત તાત્કાલિક ધોરણે ટીઆરબીને ટ્રાફિક બ્રિગેડની સેવામાંથી બરતરફ કરવામાં આવ્યોઈ આવ્યો હતો.જેના અનુસંધાનમાં હવે પોલીસ દ્વારા અને ટીઆરબી તરફે ગેર વર્તણુક સંદર્ભમાં પોલીસ કંટ્રોલ રૂમ ના 100 નંબર ઉપરાન્ત 0261-2241301-302-303-0261-26666657 અને મોબાઈલ નંબર-74340 95555 અને 90819 91100 વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે.જેની ઉપર પીડિત સીધો સંપર્ક કરી શકશે..

મેહુલ બોઘરા ઉપર હુમલાનો આખો ઘટના ક્રમ
ચાર દિવસ પહેલા ગુરૂવારે સરથાણા ચાર રસ્તા પાસે ટ્રાફિકના નામે દંડ ઉઘરાવતા ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસની કાળીકરતૂતને ઉજાગર કરવા માટે એડવોકેટ મેહુલ બોધરાએ ફેસબુક લાઇવ શરૂ કર્યું હતું. વીડિયો શરૂ હતો ત્યાં જ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલામાં ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ સહિત અન્યની સામે મારામારીનો ગુનો નોંધાયો હતો અને સાજનની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા હતા. ઉપરાંત વકીલ મેહુલ બોધરાએ હોસ્પિટલમાંથી જ ફેસબુક ઉપર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં ઘટના સમયે એક વનાભાઇ હરીભાઇ ભરવાડ નામનો ઇસમ પણ ટીઆરબીમાં જોડાયેલો છે. અને આ વનાભાઇ સાજન ભરવાડનો સંબંધી થતો હોવાનું મેહુલ બોધરાએ વીડિયોમાં જણાવ્યું છે. વધુમાં સાજન ભરવાડ સુપરવીઝન કરીને પોતાના જ મળતીયા માણસોને ટીઆરબીમાં મુકીને દંડ વસૂલીના નામે ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બેદરકાર જણાતા 9 પોલીસ જવાનોને બરતરફ કરી દીધા
મારામારીની આ ઘટનામાં સુરતના ટ્રાફિક વિભાગના એડિ. કમિશનર શરદ સિંઘલે તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ ત્રણ દિવસથી ટીઆરબી જવાનને છાવરી રહેલા સુરતની ટ્રાફિક પોલીસે હવે પોતાની ચામડી બચાવવાનું શરૂ કર્યું છે, રવિવારે પોલીસે સરથાણા તરફના વિસ્તારમાં બેદરકાર જણાતા 9 પોલીસ જવાનોને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા આ 9 જવાનો પ્યાદા છે, આ તમામને હટાવી લઇને પોલીસે મોટા મગરમચ્છોને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું

Most Popular

To Top