Entertainment

સતીશ કૌશિકના મોત અંગેની પુષ્ટિ કરતા જાણો શું કહ્યું અનુપમ ખેરે

નવી દિલ્હી: અભિનેતા સતીશ કૌશિકના નિધનના કારણે સમગ્ર બોલિવૂડ (Bollywood) જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. મોટા પડદા પરના કોમેડિ કિંગ (Comedy king) કૌશિકે 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમનો છેલ્લો હોળી રમતો વિડિયો (Video) હાલ સોશિયલ મીડિયા (Social media) ઉપર તેમની છેલ્લી યાદરુપે લોકો શેર કરી રહ્યાં છે.

અનુપમ ખેરે શું કહ્યું?
જણાવી દઈએ કે મૃત્યુના એક દિવસ પહેલા સતીશ કૌશિકે પોતાના મિત્રો તેમજ પરિવાર સાથે ધૂળેટી ઉજવી હતી. મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડી હતી અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અભિનેતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ બોલીવુડે એક મહાન અભિનેતા અને કોમેડિયનને કાયમ માટે ગુમાવ્યો હતો. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના અવસાનની પુષ્ટિ કરી હતી. મોત પહેલાં સતીષ કૌશિકને બેચેની અનુભવાતી હતી. તેમણે ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું, પરંતુ રસ્તામાં જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. 

7 માર્ચના રોજ શબાના આઝમીના ઘરે હોળી ઉજવી હતી
સતીશ કૌશિકનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ હોળી રમતા દેખાઈ છે. તેઓએ સફેદ રંગનો કુર્તો પહેર્યો છે. પોતાના મિત્રો સાથે તેઓ ડાંસ પણ કરે છે. પોતાના મિત્રો સાથે મસ્તી પણ કરે છે અને હસતા પણ જોઈ શકાય છે. આ વીડિયો જોયા પછી કોઈ પણ માનવા તૈયાર ન હશે કે આ અભિનેતા આપણી વચ્ચે હવે નથી રહ્યાં. 7 માર્ચના રોજ તેઓ મુંબઈની જૂહુમાં શબાના આઝમીના ઘરે રાખવામાં આવેલી હોળી પાર્ટમાં પણ શામિલ થયા હતા. આ પાર્ટમાં તેઓ મહિમા ચૌધરી, જાવેદ અખ્તર, ઋચા ચઢ્ઢા, અલી ફઝલ જેવા સિતારાઓએ પણ પાર્ટીને એન્જોય કરતા જોવા મળ્યા હતા. અહીં બોલિવૂડના સ્ટાર્સ સાથે હોળી રમ્યા પછી તેઓ દિલ્હી જવા માટે નીકળી ગયા હતા. અને પોતાના ફાર્મ હાઉસ પર રમતા રમતા તેઓની તબિયત લથળી અને તેઓએ દુનિયાને જ અલવિદા કહી દીધું.

તબિયત બગડવાથી લઈ હોસ્પિટલ સુધી પહોંચવા સુધી તેમની સાથે કોણ કોણ હતું, તેમની સાથે શું થયું હતું? તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. દિલ્હી પોલીસે શરૂઆતની તપાસમાં એમ કહ્યું હતું કે હાલમાં તેમને કંઈ જ શંકાસ્પદ લાગે તેવું મળ્યું નથી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સતીષ કૌશિકના શરીર પર કોઈ પણ જાતના નિશાન જોવા મળ્યા નથી. તેમનું અવસાન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું હોવાનું માનવામાં આવે છે.

સતીષ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો. દીકરી વંશિકા અત્યારે માત્ર 11 વર્ષની છે, જેનો જન્મ 2012માં સરોગસીથી થયો હતો.

Most Popular

To Top