Dakshin Gujarat

અનાવલ: બે યુવાનો મોટરસાઈકલ પર રાત્રિના સમયે લગ્નમાં જવા નિકળ્યા અને સર્જાઈ દુર્ઘટના

અનાવલ: (Anaval) મહુવા તાલુકાના વેલણપુર ખાતે નહેરમાં (Canal) બે યુવાનો મોટરસાઇકલ (Motorcycle) સાથે પડતાં એકનું મોત નીપજ્યું હતું. તો એકની શોધખોળ ચાલુ છે. મૂળ અરવલ્લીના બાયડના વાસણા મોટા ગામનો અને હાલ નવસારીના ચીખલીના ચાસા ગામે પથ્થર ફળિયામાં રહેતો આકાશ રમેશ પટેલ (ઉં.વ.25) પોતાની મોટરસાઇકલ પર મિત્ર અવિનાશ સાથે લગ્નમાં જવા નીકળ્યો હતો. રાત્રિના સમયે મહુવાના વેલણપુર ગામ નજીકથી પસાર થતી વખતે નહેર પાસે ચાલક આકાશે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં મોટરસાઇકલ સ્લિપ થઈ ગઈ હતી. બંને યુવકો ફંગોળાઈને નહેરમાં પડ્યા હતા. બીજા દિવસે સવારે નહેર કિનારેથી યુવકની મોટરસાઇકલ અને નહેરના પાણીમાંથી આકાશની લાશ મળી આવી હતી. જો કે, સાથેનો યુવક હજી પણ ગુમ હોવાથી તે નહેરમાં તણાઈ ગયો હોવાનું અનુમાન છે. પોલીસે હાલ અવિનાશની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

માંડવીના તરસાડા-રતનીયા જતાં માર્ગ પર કાર બેકાબૂ બનતાં રોડની સાઈડમાં ખાબકી
માંડવી: માંડવીના તરસાડા ગામને જોડતો નવો પુલ લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે. પરંતુ લોડેડ ટ્રક, હાઈવા, બાઈક, કાર જેવાં વાહનો બેફામ રાત-દિવસ દોડતા રહે છે. ત્યારે અન્ય વાહનચાલકો બેફામ ચલાવતા અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. થોડા દિવસે અંતરે ત્યાંથી પસાર થતી કાર અને ટ્રક રોડની સાઈડમાં ઊતરી જવાનો બનાવ બન્યો હતો. જેથી તરસાડા-રતનીયા જતાં માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા બમ્પ મૂકવામાં આવે તો તેવી માંગ ઊઠી છે. ઉપરાંત હાઇવે ઓથોરિટી દ્વારા બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. જેનો વાહનચાલકો ઉપયોગ કરે તો તરસાડા ગામમાં બપોરના સમયે ઘોંઘાટ તથા ટ્રાફિક સમસ્યાનો અંત આવી શકે તેમ છે.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના તરસાડા ગામને જોડતો નવો પુલ રાજ્ય સરકાર દ્વારા બનાવમાં આવ્યો છે. જેથી ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને 5 કિ.મી અંતર ઓછું થયું છે. જેથી લોકોને સરળતા રહે છે. પરંતુ માંડવી-તરસાડા નેશનલ નં-56 હોવાથી સ્ટેટ હાઇવે રોડને જોડતો માર્ગ છે. જેથી આ માર્ગ પર રાત-દિવસ વાહન ચાલકો દોડતા રહે છે. પરંતુ તરસાડા-રતનીયા ગામના નાકા પર વાહનો બેફામ પસાર થાય છે. ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. થોડા દિવસ પૂર્વે કાર પૂરઝડપે આવતાં કારચાલકે રોડની સાઈડ પર ઝાડી-ઝાંખરામાં ઉતારી દીધી હતી. આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આથી તરસાડા ગામના નાકા અને રતનીયા જતાં માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા બમ્પો મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
તરસાડા ગામના ખેડૂત અગ્રણી અને આગેવાન દિલીપસિંહ સંજાણસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, તરસાડા ગામમાં વાહનોની અવરજવર વધુ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. જેનું નેશનલ હાઇવે ઓથોરિટીએ નિરાકરણ લાવતાં બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ હજી પણ મોટા ભાગનાં વાહનો તરસાડા ગામમાંથી પસાર થાય છે અને બેફામ ચલાવે છે. જેથી મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. જેથી ગામમાં પણ થોડા અંતરે બમ્પ વહીવટી તંત્ર દ્વારા મૂકવા ખાસ જરૂરી છે.

Most Popular

To Top