Dakshin Gujarat

સુરતના બાઈક સવારને અન્ય બાઈક સવારે ટક્કર મારતા નાની પુત્રીનું મોત, પત્ની સહિત ત્રણ ઘાયલ

સાયણ: (Sayan) યુ.પી.ના મથુરાના વતની લલિત ક્રિષ્નપાલ ચૌધરી હાલ જી/૪,રાધેશ્યામ કોમ્પ્લેક્સ,જે.કે.પી.નગર, ધનમોરા ચાર રસ્તા, કતારગામ-સુરત શહેર ખાતે છેલ્લાં ૨૦ વર્ષથી રહે છે. તે દેલાડ પાટિયા પાસે આવેલી રાધેક્રિષ્ના ટેક્સટાઇલ કંપનીમાં છેલ્લા એક વર્ષથી ટેક્સટાઇલ (Textile) સુપરવાઇઝર તરીકે નોકરી (Job) કરે છે. ગત બુધવાર, તા.૮ના રોજ ધુળેટીનો તહેવાર હોવાથી તેની પત્ની સીમાબેન તેમજ બે પુત્રી પૈકી નિયતી (ઉં.વ.૧૪) અને નેહા (ઉં.વ.૧૧) સાથે તેની મો.સા.હીરો સુપર સ્પ્લેન્ડર નં.(જીજે-૦૫,કેએસ-૯૮૨૮) હંકારી કરમલા ગામે તેની સોસાયટીમાં રહેતાં સુમનબેન રામનિવાસ સેનીએ લીધેલું નવું મકાન જોઈ પરિવાર સાથે પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં.

  • સાંધિયેરમાં બે બાઈક સામસામે ભટકાતાં બાળાનું મોત, દંપતી સહિત ત્રણ ઘાયલ
  • કતારગામનો બાઇકચાલક પત્ની અને બે પુત્રી સાથે કરમલામાં પડોશીએ રાખેલું નવું મકાન જોઈ પરત ફરતો હતો

તેઓ બપોરે ૩:૧૫ કલાકે ઓલપાડથી સાયણ તરફ જતા રોડ ઉપર સાંધિયેર ગામની કુમકુમ સોસાયટી સામેથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે રોડ ઉપર સામેથી પૂરઝડપે દોડતા હીરો સ્પ્લેન્ડર મો.સા.નં.(જીજે-૦૫, ઈઝેડ-૨૪૫૩)ના અજાણ્યા ચાલકે તેની મો.સા.ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પરિવાર રોડ ઉપર પટકાતાં લલિત ચૌધરી, પત્ની સીમા તથા પુત્રી મોટી નિયતીને સારવાર અર્થે સાયણ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યારે નાની પુત્રી નેહા (ઉં.વ.૧૧)ને સારવાર અર્થે સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે નેહાને મૃત જાહેર કરી હતી. લલિત ચૌધરીએ હોસ્પિટલના બિછાનેથી હીરો સ્પ્લેન્ડર મો.સા. નં.(જીજે-૦૫,ઈઝેડ-૨૪૫૩)ના અજાણ્યા ચાલક સામે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારામાં બે બાઈક વચ્ચેના અકસ્માતમાં આધેડનું મોત
વ્યારા: વાલોડ તાલુકાના રાનવેરી ગામે કણજોડ થી વાલોડ તરફ આવતા રોડ ઉપર ઝંડી ફળિયા પાસે તા.૮/૩/૨૦૨૩ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં પેશન પ્રો મોટર સાયકલ નં.GJ 05 NJ 6616 ના ચાલકે સુઝુકી એક્સેસ મોપેડ નં. GJ 26 AC 8187 ને પાછળના ભાગે ટક્કર મારતા રામસિંગ હરજીભાઇ ગામીત (ઉ.વ.૫૪) (રહે, ભીમપોર ડુંગરી ખોખરી ફળીયા તા.વાલોડ જી.તાપી) ડામર રોડ ઉપર પડી જતાં આધેડના મોઢામાં તથા માથાના ભાગે ગંભીર આંતરિક મુઢ ઇજા થઇ હતી. જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. અકસ્માતમાં પ્રો મોટર સાયકલ નં.GJ05NJ6616 નો ચાલક પોતાની મોટર સાયકલ લઇ સ્થળ ઉપરથી નાશી છુટ્યો હોય આ મામલે સુરતનાં મહુવા તાલુકાના મુડત પેથાપુર દુમાસી ફળિયામાં રહેતા જીતેન્દ્ર દિપકભાઇ ગામીતની ફરિયાદનાં આધારે પોલીસે અકસ્માત કરી ભાગી છુટેલ બાઇક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top