SURAT

સચીન હોજીવાલાની યાર્ન ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, એકનું મોત, બે દાઝ્યા

સુરત: સુરતના (Surat) સચિન (Sachin) વિસ્તારમાં એક ગમખ્વાર ઘટના બની છે. અહીંની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં (Hojiwala Industry) આવેલી એક યાર્નની ફેક્ટરીના (Yarn Factory) બોઈલરમાં બ્લાસ્ટ (BoilerBlast) થયો છે. આ બ્લાસ્ટના લીધે ફેક્ટરીમાં કામ કરતા 3 મજૂરો ગંભીર રીતે ઘવાયા છે. આ 3 પૈકી 1 મજૂરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય બે ઈજાગ્રસ્ત મજૂરોને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયો છે. એક મજૂરનું મોત થયું છે જ્યારે બે ઘવાયા છે. સચિન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ સચિનની લવકુશ યાર્ન કંપનીમાં બોઈલર ફાટ્યું હતું. બોઈલર ફાટ્યું ત્યારે મજુર પપ્પુ લાલ યાવનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય પપ્પુ યાવ સચિનમાં આવેલા આવાસમાં રહેતો હતો. તેની સાથે આનં રામપ્રકાશ અને બિજેન્દ્ર સિંહ ઘવાયા હતા.

લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ ભભૂકી
સુરત: સુરતના લાલગેટ પાસે આવેલા મોતીવાલા પરફ્યુમની બાજુમાં આવેલી ચશ્માની દુકાનમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરકર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

સુરત શહેરના લાલગેટ પોલીસમથકની લાઇનમાં આવેલા મોતીવાલા પરફ્યુમની બાજુમાં એક ચશ્માની દુકાન આવી છે. આ દુકાનની બહાર આવેલી મીટરપેટીમાં ગુરુવારે મોડી રાત્રે 11 કલાકે અચાનક સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી. આગના કારણે બહાર મૂકેલા મસમોટા બેનર બળીને ખાખ થઇ ગયાં હતાં. ફાયર કંટ્રોલ રૂમને ઘટના અંગે જાણ કરવામાં આવતાં મુગલીસરા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.

ફાયર ઓફિસર બળવંતસિંહે જણાવ્યું હતું કે, ટોરન્ટ પાવરના અધિકારીઓનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાવર કટ કર્યા બાદ ફાયરની ટીમે આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને ગણતરીની મિનિટમાં આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનાને કારણે કોઇ જાનહાનિ થઇ નથી અને કોઈ મોટું નુકસાન પણ થયું નથી.

Most Popular

To Top