મેં મારા તા. 23 જાન્યુઆરી 2026ના રોજ ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયેલા ચર્ચાપત્રમાં લખ્યું હતું કે હુમાયુન કબીરે તુણમુલ કોંગ્રેસમાંથી નીકળીને નવો પક્ષ સ્થાપવાની જાહેરાત કરી અને ઓવૈસીએ એમને ટેકો જાહેર કર્યો એટલે ચૂંટણીમાં મતો હુમાયુન કબીરને મળશે. હિન્દુઓના મતો વહેંચાઈ જશે. બહુમતી હિન્દુઓના મત ભાજપને મળશે. બાકીના મતો તુણમુલ કોંગ્રેસને મળશે. એટલે ભાજપ ખૂબ આશાની બહુમતી મેળવી લીધી. હવે ભાજપની મમતા બેનરજી અને એમના અગ્રગણ્ય સાથીદારોની શું સ્થિતિ થશે, એ હવે આવનારો સમય જ કહેશે.
નવસારી – દોલતરાય ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લોન લેવા માટેની સિક્યોરિટી!
ભૂતકાળમાં કેટલીક નાની મોટી બેંકો ફડચામાં ગઇ છે તેના પરથી જનતાનો વિશ્વાસ ડગી ગયો હતો. અડધા ટકા વ્યાજના લાભમાં આંધળો વિશ્વાસ કદી ભારે પડે એમ છે. મોટા મોટા ઉદ્યોગો અને ધંધાર્થીઓ કરોડોમાં લોન લઇ પરદેશમાં રફુચક્કર થઇ જાય છે. જ્યાં તેમને નાગરિક સહેલાઇથી મળી જાય છે. લોન લેવા સિક્યોરિટી લેવામાં આવે છે. જ્યારે સામાન્ય ખાતેદારો ક્યારેય સિક્યોરિટી માટે પૂછતા પણ નથી. આને આંધળો વિશ્વાસ. જોજો, આપણે કદી મરણમૂડી ગુમાવવાનો વારો આવે નહિ.
સુરત – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.