Gujarat

દેશની દિકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને BJP મહિલા સાંસદો મૂક પ્રેક્ષક બની ગયા છે

અમદાવાદ: દેશની દિકરીઓ જેમણે રાષ્ટ્ર ધ્વજની આન – બાન – શાન માટે તનતોડ મહેનત કરી આજે એજ દિકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખા મારી રહી છે. ચાર મહિનાથી પ્રદર્શન કરી રહેલી આ બહેનોનીને સાંભળવાવાળું કોઈ કેમ નથી ? ૪૦ દિવસથી આ દિકરીઓ ભારત દેશની રાજધાની દિલ્હીની ખાતે ન્યાય માટે જંતરમંતર ઉપર બેસી પરંતુ દેશના પ્રધાનમંત્રી કે એમના એકપણ મંત્રીએ ત્યાં જવાની તસ્દી સુધ્ધા લીધી નથી. મહિલા કોંગ્રેસ સહિત સમગ્ર દેશ આપણા દેશની દીકરીઓની સાથે છે. બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં આવે અને ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવે તેવી મહિલા કોંગ્રેસ માંગણી કરે છે.

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, શું આપણી સરકાર અને આપણા વડાપ્રધાન એટલા નબળા છે કે તેઓ સંસદસભ્ય સમક્ષ ઝૂકી ગયા છે? આખી દુનિયામાં દેશનું નામ રોશન કરનાર દીકરીઓએ મેડલ જીત્યા, સરકાર આજે એ દીકરીઓને તોફાની સાબિત કરવા કેમ મંડાયેલી છે? બ્રિજભૂષણશરણસિંહનું રાજીનામું હજુ સુધી કેમ નથી માંગવામાં નથી આવ્યું? શું નવા ભારતમાં સત્યનું સમર્થન કરવું એ ગુનો છે? મહિલા કોંગ્રેસ સહિત સમગ્ર દેશ આપણા દેશની દીકરીઓની સાથે છે અને ભવિષ્યમાં પણ ઊભા રહીશું – અમારી બે સૌથી મહત્ત્વની માગણીઓ છે. બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં આવે અને ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવે.

જેની ઠુમ્મરે વધુમાં કહ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓ મહિલાઓના મુદ્દે મોટી મોટી વાતો કરે છે, પરંતુ સત્ય એ છે કે મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મૂક પ્રેક્ષક બની ગયા છે, શું આ તેમના મંત્રાલયનો મુદ્દો નથી? 35 દિવસ પછી પણ જ્યારે તેવો સવાલનો જવાબ આપવા સામે આવ્યાં ત્યારે તેમણે ફરીથી સુપ્રીમ કોર્ટની આડમાં પોતાના ખોટા નિર્ણયોને બચાવવાનો પ્રયાસ કર્યો. સ્મૃતિ ઈરાની મંત્રી બનતા પહેલા જ મોંઘવારી, મહિલાઓની સુરક્ષા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર જ્ઞાન આપતા હતા અને આજે મંત્રી બન્યા બાદ હવે હરખસુધ્ધા ઉચ્ચાર કરતા નથી, હવે દેશની દિકરીઓના મામલે તેમની બોલતી બંધ થઈ છે.

Most Popular

To Top