Gujarat

બે વર્ષમાં સરકારે વીજ ડ્યૂટીના નામે ગુજરાતીઓ પાસે 2787.62 કરોડ વસૂલ્યા

અમદાવાદ : ભાજપ (BJP) સરકારના શાસનમાં ગુજરાત (Gujarat) રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ (Power Stat) નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનો હોવાનો ગંભીર આક્ષેપ કોગ્રેસ (Congress) દ્વારા લગાવવામાં આવ્યો છે, સાથે જ વીજ ઉત્પાદન, ખરીદી સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષની માંગણી કરી છે.

પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિ. (ટાટા પાવર) સાથે તા.૨૨-૭-૨૦૦૭ના રોજ ૨૫ વર્ષ માટે રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીની કરાર કરવામાં આવેલા તેમ છતાં રૂ.૫.૯૦ પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવો ચુકવી વીજ ખરીદી કરવામાં આવે છે. સને ૨૦૨૧ અને ૨૦૨૨માં ટાટા પાવર પાસેથી ૧૭,૭૬૧ મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવેલી છે, રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના બદલે વર્ષ ૨૦૨૧માં સરેરાશ રૂ.૨.૮૧ પ્રતિ યુનિટ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૪.૯૨ પ્રતિ યુનિટ લેખે ચૂકવવામાં આવેલી છે.

આમ, રાજ્ય સરકારે ૧૪૯૭ કરોડ ફીકસ પેટે મળીને કુલ રકમ રૂ.૬,૭૮૮ કરોડની રકમ ટાટા પાવરને ચૂકવી છે. મુળ કરાર મુજબ વીજળી ખરીદી કરવામાં આવી હોત તો આ રકમમાં જેટલી ઓછી ચૂકવવી પડી હોત. રાજ્યમાં આવેલી રાજ્ય સરકાર હસ્તકના વીજ પાવર પ્લાન્ટ જેવા કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉત્તરાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ ગેસ પાવર પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જિજનરેશન કંપની લિ.હજીરા(સ્ટેજ-૨) અને ગુજરાત ઈન્ડસ્ટ્રીજ પાવર કપંની લિ.(એસ.એલ.પી.પી.)માં ઉત્પાદન શૂન્ય છે,

રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં ૧૫ ટકાના દરે વીજ ડ્યુટી અન્વયે વર્ષ ૨૦૨૧માં રૂ.૧૨૯૪.૯૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૯૨.૬૯ કરોડ મળી બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિવિધ ખાનગી વીજ મથકોને વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦૪૫૪.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૦૫૮.૦૮ કરોડ મળી કુલ રૂ.૨૪,૫૧૨.૭૫ જેટલી રકમ ચૂકવવામાં આવી છે.

ગુજરાત સરકારે અદાણી, એસ્સાર, ટાટા સાથે વીજ ખરીદી માટે ૨૫ વર્ષના કરાર કરેલો છે ઉર્જામંત્રીએ યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે. ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. ત્યારે છેલ્લા પંદર વર્ષમાં સરકારી વિજમથકોની ક્ષમતા, ઉત્પાદન યુનિટો, ખાનગી વિજ કંપનીઓની ક્ષમતા, ઉત્પાદન, વસુલ કરવામાં આવતા નાણાં, સરકારે ખરીદેલા વિજ યુનિટનો દર સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Most Popular

To Top