Gujarat

કોંગીના 4 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા ધીરૂભાઈ ભીલ 18મી મેએ કેસરિયો ધારણ કરશે

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) આદિવાસી મતો પર વધુ પક્કડ મજબૂત બને તે હેતુથી હવે ભાજપ (BJP) દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતાને કેસરિયા છાવણીમાં લાવવાનો પ્રયાસ ચાલી રહયો છે. જેના ભાગરૂપે આગામી તા.18મી મેના રોજ કોંગીના 4 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા ધીરૂભાઈ ભીલને હવે ભાજપમાં પ્રવેશ આપીને કેસરિયો ખેસ પહેરાવવામાં આવનાર છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો પર પાંચ લાખની સરસાઈ મેળવવા માટે હવે કમ્મર કસી છે, જેના પગલે પાર્ટી નેતાગીરી કોઈ કસર છોડવા માંગતી નથી. આગામી તા.18મી મેના રોજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ નસવાડી આવી રહ્યાં છે. જેમાં ધીરૂભાઈ ભીલ પોતાના 2000 જેટલા કાર્યકરો તથા જિલ્લા – તાલુકા પંચાયતના કોંગીના સભ્યો સાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે. સંખેડા વિધાનસભા અને અગાઉની નસવાડી, કવાંટ, તિલકવાડા આ ત્રણ તાલુકાની વિધાનસભા બેઠકો સહિત કુલ 6 વાર વિધાનસભા વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. જેમાંથી ધીરૂભાઈ ભીલ ચાર ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે.

Most Popular

To Top