Dakshin Gujarat

બાઈકસવારે સાઈડ ન આપતાં તેઓને કહેવા જતાં ટેમ્પોમાં સવાર કાકા-ભત્રીજા સાથે લોહીની હોળી રમાઈ

કામરેજ: કામરેજ (Kamrej) ગામની હદમાં શામપુરા રોડ પર ગાયત્રીનગરમાં સંગ્રામ નાનુભાઈ જોગરાણા રહે છે. કાર્ટિંગનો ધંધો કરે છે. પોતાની હાઈવા ટ્રક (Truck) માંડવીના તડકેશ્વરથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવેના (Express Highway) કામકાજમાં ચાલે છે. જે હાઈવ ટ્રકનાં ટાયર નવાં નાંખવાના હોવાથી પોતાના અશોક લેલન ટેમ્પોમાં કામરેજ ચાર રસ્તાથી ટાયરો લઈ બુધવારે રાત્રે 8 કલાકે ટીંબા ખાતે ટાયરો આપવા માટે ભત્રીજા હેમંત મહેશ જોગરાણા સાથે જઈ રહ્યા હતા.

ઓરણા ગામ પાસે બાઈક પર સવાર ઈસમે સાઈડ ન આપતાં બાઈકસવારને જણાવ્યું કે, બાઈક કેમ ચલાવે છે? સાઈડ કેમ આપતો નથી? તેમ કહેતાં થોડે આગળ મંદિર પાસે ટેમ્પો આગળ બાઈક ઊભી રાખી ગાળો આપવા લાગતાં ટેમ્પોમાં સવાર કાકા-ભત્રીજાએ ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈ જઈ ઓરણા ગામના બે ઈસમને બોલાવી સંદીપ ઉર્ફે છોટુ (રહે.,દિગસ)એ બાઈકમાંથી લોખંડનો સળિયો કાઢી હેમંતના કપાળે મારી લોહીલુહાણ કરી દીધો હતો. આશિષ રાજેસ રાઠોડ (રહે.,ઓરણા) સાથે આવેલા બીજા ઈસમોને કાકા-ભત્રીજાને માર માર્યો હતો. લોકોનું ટોળું ભેગું થઈ જતાં ત્રણેય ઈસમ નાસી છૂટ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત હેમંતને કામરેજ ચાર રસ્તા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાં કપાળના ભાગે સાત ટાંકા આવ્યા હતા. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડોદરા ઓવરબ્રિજ ઉપર મોપેડ સ્લિપ ખાઈ જતાં આધેડ મહિલાનું મોત
પલસાણા: કડોદરા રહેતું એક આધેડ દંપતી ગતરોજ ખરીદી કરી તેમની મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે કડોદરા ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે મોપેડ સ્લિપ ખાઇ જતાં પાછળ બેઠેલી આધેડ મહિલાને શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કડોદરા નગરમાં સેન્ટ માર્કસ સ્કૂલની બાજુમાં સારથી કોમ્પ્લેક્સમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વિમલ કીર્તિસીંગ બામ (ઉં.વ.૫૧) કતારગામ ખાતે ડાયમંડ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત ગુરુવારે તેમની પત્ની પ્રિયાબેન સાથે તેઓ મોપેડ નં.(જીજે કે એક્સ ૪૫૫૮) ઉપર મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કર્યા બાદ તેઓ કડોદરા તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન કડોદરા ચાર રસ્તા પર આવેલા ઓવરબ્રિજ પર બોમ્બેથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થતી વખતે અચાનક મોપેડ સ્લિપ ખાઇ જતાં બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં પ્રિયાબેનને ગંભીર ઇજા થતાં તેમને ૧૦૮ મારફતે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ૧૦૮ મારફતે સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top