Dakshin Gujarat

ભિલાડમાં રૂ.40 લાખનો દારૂનો જથ્થો ભરી જતા બે કન્ટેનર પકડાયા

ઉમરગામ : ભિલાડ (Bhilad) હાઇવે (Haiway) અને ઇન્ડિયાપાડા (Indiapada) ચેકપોસ્ટ (check Post) પર પોલીસે બાતમીના આધારે દારૂ ભરી જતા બે કન્ટેનરને પકડી પાડી રૂપિયા ૪૦ લાખનો જથ્થો કબજે કર્યો હતો અને ચાર જણાની અટક કરી હતી. જ્યારે દારૂ (Alcohol) ભરાવનાર અને મંગાવનાર મળી ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. એક જ દિવસમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.વલસાડ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે સવારે ભિલાડ હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ભિલાડમાં સુરત તરફ જતા માર્ગ પર કન્ટેઇનરને (Container) અટકાવ્યું હતું.

કુલ રૂ.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા રૂપિયા ૨૪.૬૯ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દસ લાખની કિંમતનું કન્ટેનર તથા મોબાઈલ પણ કબજે લીધો હતો અને ચાલક સુરેશ રામજીવન બિસ્નોઇની અટક કરી હતી. ભિલાડ પોલીસે ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પર કન્ટેઇનરને અટકાવી કન્ટેઇનરમાં તપાસ કરતા રૂ.૧૫.૩૬ લાખનો દારૂનો જથ્થો મળી આવતા કુલ રૂ.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને તારસનાથ ઉર્ફે કરણ ભવાનીપ્રતાપ સિંગ (રહે સુરત ડીંડોલી), આશીફ ઇસ્સાર અને મસ્કર મહેબુબની ધરપકડ કરી દારૂ ભરાવનાર અને મંગાવનાર ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગણદેવીના યુવાનની પ્રોહી. ગુનામાં પાસા હેઠળ ધરપકડ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે પ્રોહી. ગુનામાં સંડોવાયેલા ગણદેવીના યુવાનની પાસા હેઠળ ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે નવસારી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા પ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રોહી બુટલેગર ઉપર અંકુશ લાવવા માટે પાસા દરખાસ્ત તૈયાર કરવા સારૂ નવસારી એલ.સી.બી.ને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

પાસા કરવા લાયક આરોપીઓ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી
નવસારી એલ.સી.બી. પોલીસે નવસારી જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનામાં પકડાયેલા આરોપીઓની યાદીઓ મંગાવી તેમાંથી પાસા કરવા લાયક આરોપીઓ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી. જે પાસા દરખાસ્ત અનુસંધાને કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે આરોપી વિરૂદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરતા બીલીમોરા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી અને ગણદેવી તાલુકાના વાઘરેચ ઘોલ ખાતે રહેતા કિશન ઉર્ફે લાલુ નરેશભાઈ પટેલને ઝડપી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

Most Popular

To Top