Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં આ વર્ષે સૌથી વધારે વરસાદ ઓદ્યોગિક નગરી અંકલેશ્વર તાલુકામાં પડ્યો

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં સૌથી વધારે વરસાદ (Rain) પડતો હતો પરંતુ આ વર્ષે અંકલેશ્વરમાં (Ankleshwar) સૌથી વધારે વરસાદ પડ્યો છે. આ વખતે ચોમાસાની સિઝનમાં નેત્રંગમાં ૯૫.૧૨ ટકા વરસાદ પડ્યો છે તો અંકલેશ્વર તાલુકામાં ૧૦૯ ટકા વરસાદ પડ્યો છે જે આખા ભરૂચ જિલ્લામાં સૌથી વધારે છે. જો કે આમેય નેત્રંગ તાલુકામાં ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ત્રણેય ડેમો ભરાઈ જતા હતા. આ વખતે એવું થયું નથી. છતાં સપ્ટેમ્બર મહિનાએ ધરતીપુત્રોની લાજ રાખી હોય એમ છેલ્લે છેલ્લે ત્રણેય ડેમોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર સપ્ટેમ્બર મહિનાના ૨૬ દિવસમાં ૪૬.૭૬ ટકા વરસાદ ખાબક્યો હતો. જેથી બલદેવા ડેમમાં ૧૩૯.૧૦ મીટર થતાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પીંગોટ ડેમમાં સપાટી વધીને ૧૩૮ મીટર તેમજ ધોળી ડેમમાં (Dholi Dam) ૧૩૬.૦૫ મીટર થતા પાંચ સેન્ટીમીટર ઓવરફલો થઇ રહ્યો છે. બલદેવા ડેમ ૫૭.૧૮ ટકા, પીંગોટ ડેમમાં ૬૮.૭૫ ટકા અને ધોલી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો છે.

  • ભરૂચ જિલ્લાના ત્રણેય ડેમોમાં પાણીની સપાટી
  • ડેમો પાણીની સપાટી – ઓવરફલોની સપાટી – ઓવરફલોથી કેટલા મીટર દુર
  • બલદેવા ડેમ- ૧૩૯.૧૦ મીટર- ૧૪૧.૫૦ મીટર- ૨.૪૦ મીટર
  • પીંગોટ ડેમ- ૧૩૮.૦૦ મીટર- ૧૩૯.૭૦ મીટર- ૧.૭૦ મીટર
  • ધોલી ડેમ- ૧૩૬.૦૫ મીટર- ૧૩૬.૦૦ મીટર- ૫ સેન્ટીમીટર ઓવરફલો

ભરૂચ: ભરૂચ જિલ્લામાં શુક્રવારે ૧૦ કલાકમાં ૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ૧૦ કલાકમાં સૌથી વધારે ઝઘડિયા તાલુકામાં ૨૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં માત્ર ૨૪ દિવસમાં અઢી મહિના કરતાં ૯.૨૪ ટકા વધારે વરસાદ પડ્યો છે. ભરૂચ જિલ્લામાં જૂન, જુલાઈ અને ઓગસ્ટના અઢી મહિનામાં ૩૫.૬૬ ટકા પડ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનાના માત્ર ૨૪ દિવસમાં ૪૪.૯૦ ટકા વરસાદ પડ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી હતી જેને પગલે ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શુક્રવારે ભરૂચ જિલ્લામાં સાતપુડા પર્વતમાળામાં બલદેવા ડેમમાં પાણીની સપાટી વધીને ૧૩૮.૯૨ મીટર, પીંગોટમાં ૧૩૭.૮૮ મીટર અને ધોલી ડેમમાં ૧૩૫.૯૦ મીટરની સપાટી થઇ છે. બલદેવા ડેમમાં ૫૪.૪૭ ટકા, પીંગોટ ડેમમાં ૬૬,૮૮ ટકા અને ધોલી ડેમમાં ૯૮.૭૩ ટકા પાણી ભરાયું છે.

Most Popular

To Top