Sports

RCB સામે જબરદસ્ત સિક્સ મારનાર ધોનીની ટીમના આ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

રવિવારે RCB ની ટીમના બોલર સામે જબરદસ્ત સિક્સ ફટકારનાર મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasinh Dhoni) CSK ટીમના ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટની જાહેરાત કરી છે. હવે આ ખેલાડી તેના દેશની ટીમ તરફથી ટેસ્ટ મેચ રમશે નહીં. ઈંગ્લેન્ડ ટીમના અનુભવી (England Cricket team) ઓલરાઉન્ડર મોઈન અલીએ (All rounder moeen ali announce retirement from test cricket) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મોઈને પોતાના નિર્ણયની જાણ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ અને કોચ ક્રિસ સિલ્વરવૂડને કરી દીધી છે. ખરેખૅ મોઈન અલી મર્યાદિત ઓવરોના ક્રિકેટ કેરિયરને વધુ વિસ્તારવા માંગે છે, જેના લીધે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી રીટાયરમેન્ટનો નિર્ણય લીધો છે.

  • મોઈન અલીએ ઈંગ્લેન્ડ તરફથી 64 ટેસ્ટ મેચ રમી 28.29ની એવરેજથી 2914 રન અને 36.66ની એવરેજથી 195 વિકેટ લીધી છે
  • મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં કેરિયરને વધુ વિસ્તારવા માટે ટેસ્ટમાંથી નિવૃત્તિનો લીધો નિર્ણય

મોઈન અલીની ઉંમર 34 વર્ષ છે. તેઓ 64 ટેસ્ટ મેચમાં 28.29ની એવરેજથી 2914 રન બનાવી ચૂક્યા છે અને 36.66ની એવરેજથી 195 વિકેટ લઈ ચૂક્યા છે. અલી 2019ની એશિઝ સિરીઝ પછી ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી. પરંતુ ભારત વિરૂદ્ધ તાજેતરમાં રમાયેલી હોમ સિરીઝમાં તેઓ ટેસ્ટ મેચ રમ્યા હતા. મોઈન અલીના રીટાયરમેન્ટની જાહેરાત બાદ ઈસીબીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર તેના વિશે વીડિયો પોસ્ટ મૂકી છે, જેમાં મોઈન અલીને જાદૂગર તરીકે ઉપમા આપી છે. જાદૂગર બેટ્સમેન અને બોલ સાથે મેચ જીતાડી આપનાર ખેલાડી તરીકે તેનો ઉલ્લેખ કરી માનભેર વિદાય આપી છે.

ક્રિકેટ વર્તુળો પાસેથી મળતી માહિતી અનુસાર ટેસ્ટ ક્રિકેટના લાંબા પ્રવાસના લીધે લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવાના લીધે તેઓ અસહજ અનુભવતા હતા. તેથી ઓસ્ટ્રેલિયાના એશિઝ ટૂર પહેલાં જ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કોરોના પ્રોટોકોલ જાહેર કરાયા તે પહેલાં જ મોઈન અલીએ રીટાયરમેન્ટનો નિર્ણય લઈ લીધો હતો.

મોઈન અલી હાલમાં યુએઈમાં આઈપીએલમાં સીએસકે તરફથી રમી રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં તે ઓલરાઉન્ડ દેખાવ કરી રહ્યાં છે. રવિવારે આરસીબી સામેની મેચમાં વન-ડાઉન બેટિંગમાં આવી જબરદસ્ત સિક્સ ફટકારી હતી. આઈપીએલની 14 સિઝનમાં મોઈન અલીએ હજુ સુધી 9 મેચમાં 29.00ની એવરેજથી 261 રન બનાવ્યા છે અને 5 વિકેટ પણ લીધી છે.

Most Popular

To Top