Dakshin Gujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસે ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બે વ્યકિતઓના મોત

ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે (National Highway) નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ભરૂચ સી-ડીવીઝન પોલીસ મથકની હદમાં શનિવારે સવારે ૯ વાગ્યાના અરસામાં સળીયા ભરેલ ટ્રકને (Truck) પંક્ચર પડતા તે ટ્રક ઉભી હતી. ત્યારે પાછળથી પુરઝડપે આવતી સિમેન્ટ ભરેલ ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થળ પર જ બે વ્યક્તિઓના મોત નિપજયા હતા.

બનાવ અંગે સી-ડીવીઝન પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, લોખંડના સળીયા ભરેલ ટ્રકને પંક્ચર પડયુ હતુ. જેથી સંજય પ્રવીણભાઈ વાઘરીયા (ઉ.વ. ૨૫) રહે. ભાવનગર અને કાળુ ગભરૂ ગરાજ્યા (ઉ.વ.૨૫) રહે. ધોલેરા, જી.અમદાવાદ પંક્ચર તપાસવા નીચે ઉભા હતા. તેવામાં પુરઝડપે આવતી ટ્રકે તેમને અડફેટમાં લેતા બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજયા હતા. જ્યારે સિમેન્ટ ભરેલ ટ્રકનો ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સી-ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

10 વર્ષીય બાળક સહિત બે લોકોના કેનાલમાં ડૂબી જવાથી મોત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલા આંબેડકર નગર ખાતે રહેતા 35 વર્ષીય હરેશ મનહરભાઈ જાદવ તેમની પાડોશમાં રહેતા 10 વર્ષીય માનવ સોલંકી સાથે ગુરુવારની સાંજે 7 કલાકે અડોલ-હજાત ગામ તરફ આવેલા રંગા મામાની ડેરી પર દર્શન કરવાનું કહી નીકળ્યા હતા. ત્યારબાદ બંને હજાત રોડ પર આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેરના નાળાંમાં કોઈ કારણોસર પટકાયા હતાં. બંને નાળામાં પડતા પાણીમાં ડૂબી ગયા હતાં.

જોકે બંને સમય થઈ જતા પણ પરત ઘરે નહિ આવતા બંનેની શોધખોળ શરૂ કરાય હતી. જે બાદ શોધખોળ કરતાં પ્રથમ હાંસોટના ઉતારાજ ગામ પાસેથી 35 વર્ષીય હરેશ મનહર જાદવનો મૃતદેહ ઘટનાસ્થળથી 5 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. જ્યારે 10 વર્ષીય માનવ સોલંકીનો મૃતદેહ 3 કિમી દૂર રહેલા ધંતુરીયા ગામ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલને થતા તેઓ તેમજ હરિપુરા ગામના સરપંચ સંકેત પટેલ, અને નવનીત આહીર સહિત આગેવાનો તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે બંનેના મૃતદેહને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top