SURAT

સુરત માર્કેટના કચરાનું મનપા દ્વારા ‘વેસ્ટ માંથી બેસ્ટ મેનેજમેન્ટ’

સુરત: સ્વચ્છતા માટે અગ્રેસર એવી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા અનોખી (New) પહેલ કરવામાં આવી છે. સુરત માર્કેટના (APMC Market) જે સ્થળેથી વેસ્ટ (કચરો) (Waste) નીકળે છે, તે કચરામાંથી પ્રોસેસીંગ (Process) કરીને ‘વેસ્ટનુ બેસ્ટ મેનેજમેન્ટ’ Best Out OF Waste) કરવામાં આવે છે. પાલિકાએ શહેરના (City) અલગ અલગ 9 જેટલા વેજિટેબલ (Vegetables) અને ફ્રુટ (Fruits) માર્કેટમાં તેમજ અન્ય 29 સ્થળોએ ઓર્ગેનિક (Organic) વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન (waste Composting Machine) મૂક્યા છે.

પ્રત્યેક નાગરિકમાં “સ્વચ્છ સુરત SOPs” એટલે કે સેગ્રિગેશન હોમ કમ્પોસ્ટિંગ અને રિડ્યુસ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ટેવ વિકસાવવા સુરત મનપા પ્રયત્નશીલ છે, ત્યારે મનપા દ્વારા શહેરના 9 વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાંથી નીકળતા દૈનિક 2800 કિ.ગ્રા. શાકભાજીના કચરાને પ્રોસેસિંગ કરી ૪૭૭ કિ.ગ્રા. ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કચરામાંથી બનેલા ખાતરને હાલ પાલિકા હસ્તકના બાગ-બગીચા અને શાળાઓના બાગમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે ખાતર બચે તેને ખેડૂતોને નજીવા ભાવે આપવામાં આવે છે.

શહેરમાં હાલ વિજયાનગર-ઉધના, સિટીલાઈટ, ભેસ્તાન, પાંડેસરા, ડિંડોલી, પટેલ પાર્ક, સોનલ અને દિવ્યજ્યોત તેમજ કાંસકીવાડ વેજિટેબલ માર્કેટ્સમાં આ મશીન કાર્યરત છે. પ્રત્યેક મશીનમાંથી દૈનિક ધોરણે 100 થી 500 કિલો કચરાને પ્રોસેસિંગ કરી ખાતરમાં કન્વર્ટ કરવામાં આવે છે. જેમાં વિજયાનગર-ઉધના માર્કેટમાં 250 કિલો, પાંડેસરા માર્કેટમાં 500 કિલો, સોનલ માર્કેટમાં 250, દિવ્ય જ્યોતમાં 100, સિટીલાઈટમાં 500, ભેસ્તાનમાં 100, પટેલ પાર્કમાં 500, ડિંડોલીમાં 100 અને કાંસકીવાડ વેજિટેબલ માર્કેટમાં 500 કિલોગ્રામ મળી દૈનિક ધોરણે કુલ 2800 કિગ્રા કચરાને પ્રોસેસિંગ કરી 477 કિલો ખાતર મેળવવામાં આવી રહ્યું છે.

બોયોફિક્સ પ્રા.લિ.ના કાર્યકર્તા ચિરાયુ જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’થી પ્રેરણા લઈને અમારી કંપનીએ સુરત મહાનગરપાલિકા સાથે ટાઈઅપ કર્યું છે. જેમાં શહેરના અલગ અલગ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટ, તેમજ વધુ અવરજવર ધરાવતા મોલ, માર્કેટ્સ, પાર્ક એમ કુલ 35 સ્થળોએ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન કાર્યરત કરવામાં છે.

વધુમાં તેમણે કહ્યું કે, વેપારીઓ દ્વારા સાંજે વેચાણ બંધ કરાતા આખા દિવસનો વેસ્ટ(ભીનો કચરો), વાસી થઈ ગયેલા ફ્રુટ અને શાકભાજી, વધેલા પાંદડા એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે. જેમાંથી અમારી સંસ્થા દ્વારા ભીના કચરાને ઓર્ગેનિક વેસ્ટ કંમ્પોસ્ટિંગ મશીનમાં નાંખવામાં આવે છે. આ વેસ્ટ કચરાનુ 24 કલાકમાંઓર્ગેનિક ખાતર બને છે. સુરત મહાનગરપાલિકાના સહયોગથી બાયોફર્ટીલાઈઝર એટલે કે કચરામાંથી બાનાવેલા જૈવિક ખાતરને શહેર-જિલ્લાના 200 જેટલા ખેડૂતો સુધી નજીવા દરે પહોંચાડવામાં આવે છે.

Most Popular

To Top