Gujarat

ગુજરાતમાં ચૂંટણી પહેલા આપમાં ભંગાણ, એકસાથે આટલા બધા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાન ચૂંટણી (election) પહેલા જ પાર્ટીઓમાં પક્ષ પલટો જોવા મળે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીને (APP) મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કારણ કે આજે ગાંધીનગરમાં (Gandhi nagar) ભાજપના પ્રદેશ કાર્યલાયમાં આપના 1500 જેટલા કર્યકર્તાઓએ ભાજપનો (BJP) ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લામાંથી આપના કાર્યકર્તાઓએ કેસરી ટોપી પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કર્યાલય ખાતે ભાજપમાં જોડવવાનો ભરતી મેળા જેવો માહોલ થઈ ગયો હતો.

ગુજરાતના વિવિધ ક્ષેત્રોથી મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા. 1500 જેટલા આપના કાર્યકાર્તાઓ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. ભાજપ અધ્યક્ષ પહોંચે ત્યાં સુધી આપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી રાખી હતી અને ત્યાર બાદ તમામને આપની ટોપી કઢાવીને ભાજપની કેસરી ટોપી પહેરાવાય હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા અને ધારાસભ્યો રમણ પટેલ તથા મયૂર રાવલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં આપના 1500 થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીનો છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના કાર્યકરો છે. ઉલ્લેખનીય છે કે આમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા જ ભાજપ પોતાનો દાવો રમી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર પણ ભાજપના સંપર્કમાં છે, અને તેઓ પણ ભાજપ તરફ પ્રયાણ કરી શકે છે. નોંધનીય છે કે હાલમાં જ સુરતમાં આપના પાંચ કોર્પોરેટરોએ ભાજપમાં પક્ષપલટો કર્યો હતો, જે આમ આદમી પાર્ટીને મળેલો સૌથી મોટો ફટકો હતો.

આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે આ એ કાર્યકર્તાઓ છે જેણે આપે થોડાક સમય પહેલા સસ્પેન્ડ કર્યા હતા. આજે ભાજપમાં જોડાયેલા 1500 આપના કાર્યકર્તાઓ આપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા, સાઈડલાઈન કરાયેલા અને અતિ મહત્વકાંક્ષી એવા ત્રણ પ્રકારના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આપે ગત વર્ષે પાર્ટીમાં કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા હતા જેઓ ભાજપના ઈશારે પાર્ટીમાં ગંદીકી ફેલાવી રહ્યા હતા. તો બીજા કેટલાક એવા કાર્યકર્તાઓ હતા જેઓ માત્ર ટીકીટ માટે જ આવ્યા હતા.

Most Popular

To Top