Columns

આ આદતોના કારણે પુરુષ થઇ જાય છે નપુંસક…

આજે ભારતની વસ્તી આશરે 140 કરોડ જેટલી છે. એક અંદાજ મુજબ ભારતના આશરે 40 ટકા લોકોને જાતીય સમસ્યાઓ છે. આમાંથી આશરે 20 ટકા પુરુષોને નપુંસકતાની તકલીફ છે. એટલે અંદાજે આશરે 15 કરોડ પુરુષોને નપુંસકતાની વત્તા કે ઓછા અંશે તકલીફ થાય છે. જરા વિચારો એ 15 કરોડ પુરુષો વિશે જેમના મનમાં ક્યાંકને ક્યાંક પત્નીને જાતીય સુખ નહીં આપી શકતા હોવાનું દુ:ખ રહેતું હશે. 15 કરોડ પુરૂષો ને કારણે બીજી 15 કરોડ સ્ત્રીઓ (પત્નીઓ) જાતીયસુખથી વંચિત રહેતી હશે.જો આપ એવું વિચારી રહ્યા છો કે તમે નપુંસકતાના શિકાર નહીં બનો તો તે ખોટું છે. કારણ કે વર્તમાન લાઇફસ્ટાઇલ ધીરે-ધીરે આપને આવા જ ભ્રમના અંધારામાં ધકેલી રહી છે. આપણે આજે નપુંસકતા આવવાના કારણો વિશે વાત કરીશું.

અયોગ્ય આહાર ખાવાની ટેવ
જો તમે જંક ફૂડ ખાવાના શોખીન હશો તો તમે તમારા શરીરમાં અઢળક માત્રામાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ તથા સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ ઠાલવી રહ્યાં છો. આ પ્રકારનો ખોરાક લેવાથી શરીરમાં તમારા લોહીનો પ્રવાહ ધીમો પડે છે અને જાતીય સુખ માણવાની તમારી ક્ષમતા પર અસર થાય છે. જંક ફૂડ ખાવાનું બંધ કરી રોજિંદા આહારમાં વધુ પ્રમાણમાં ફળ, શાકભાજી તથા સૂકો મેવો, કઠોળ તથા ટોફુનું પ્રમાણ વધારો. બોનસઃ તંદુરસ્ત આહાર લેવાથી સેક્સ માટેની તમારી ઉર્જામાં નોંધપાત્ર વધારો થાય છે.

વધુ પડતું નમક ખાવાની ટેવ
જ્યારે પ્રમાણ કરતાં વધુ નમક (મીઠું) વાળો ખોરાક તમારા રોજિંદા આહારનો ભાગ હોય ત્યારે તમને હાઈ બ્લડપ્રેશર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે જે છેવટે તમારી કામેચ્છામાં ઘટાડા માટે જવાબદાર બને છે. પેકેજ્ડ ફૂડ્સ જેમાં મોટાભાગે સોડિયમનું પ્રમાણ વધારે હોય છે તેનાથી દૂર રહો. આ ઉપરાંત જમતી વખતે પણ વધારાનું મીઠું લેવાનું ટાળો. તેના બદલે કુદરતી મરી-મસાલાં કે તેજાનાથી ખોરાકને સ્વાદિષ્ટ બનાવો.

વધુ પડતી વ્યસ્તતા
જ્યારે વ્યક્તિ ઓફિસ કે ઘરના કામમાં કે જવાબદારીઓમાં વધુ પડતો વ્યસ્ત બની જાય છે ત્યારે મોટાભાગે તેની કાર્યસૂચિમાંથી સૌથી પહેલા પડતું મુકાનાર કામ સેક્સ હોય છે. પરંતુ તમારા સંબંધોમાં તમારે ઘનિષ્ઠતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સેક્સ માટે ચોક્કસ સમય નક્કી કરવો કે પૂર્વાયોજન કરવું તે કદાચ રોમાંચને હણી નાખનારું લાગે તે સ્વાભાવિક છે પરંતુ તેમ કરવાથી એક વાત સુનિશ્ચિત થશે કે તમે તેને કોરાણે નથી મુકી દેતાં. તો હમણાં જ તમારા કેલેન્ડરમાં તે માટેની નોંધ કરી દો. તેનાથી તમે વધુ નિકટતાનો અનુભવ કરી શકશો, જે સમાગમ દરમિયાન તમારા જોશમાં વધારો કરનારું સાબિત થશે.

જૂની સ્ટાઈલને વળગી રહેવું
ઘણીવાર બીબાઢાળ સેક્સ કંટાળાજનક બની રહે છે. ઘણીવાર આ પ્રકારે સમાગમ માણવાથી કોઈ આનંદની કે ચરમસીમાના સુખની અનુભૂતિ થતી નથી. આવી પરિસ્થિતિઓ ટાળવા માટે સમાગમની નવી પોઝિશન ટ્રાય કરો, નવી જગ્યાએ કે નવા સમયે સેક્સ માણો. આ ઉપરાંત સેક્સ પહેલાં એકબીજાના શરીરને મસાજ કરો કે સેક્સ ટોયનો ઉપયોગ કરી સમાગમના આનંદને વધુ રોમાંચક બનાવો.

પોતાના શરીર પ્રત્યેનો અણગમો
તમારા શરીર વિશેના તમારા વિચારો અથવા તો અન્યો દ્વારા તેના વિશે કરાયેલી ટિપ્પણીઓ તમારા આત્મવિશ્વાસ પર સીધી અસર કરે છે. તમારા શરીર અંગેના તમારા વિચારો કે અન્યોની ટિપ્પણીઓ જો નકારાત્મક હશે તો તેનાથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. જેની સીધી નકારાત્મક અસર તમારી કામેચ્છા પર પડશે. જો તમે હંમેશા તમારા વિશે નકારાત્મક વિચારતા હોવ તો આ ટેવને તાત્કાલિક તિલાંજલિ આપી તમારા વ્યક્તિત્વના અને શરીરના સારાં અને ઉજળા પાસા પર ધ્યાન આપો. તમારી જાતની વિશેષ કાળજી રાખો અને તમને આનંદિત રાખતા લોકો સાથે વધુ સમય પસાર કરો.
જો આપને શારિરીક સમસ્યા હોય તો સારા ડોક્ટરનો સંપર્ક કરો.

ધુમ્રપાનની આદત
ધુમ્રપાનથી તમારા આરોગ્ય પર થતી નુકસાનકારક અસરોની યાદી ઘણી લાંબી છે, આ ઉપરાંત તે તમારી કામેચ્છાને પણ મારી નાખે છે. તમાકુમાં રહેલા રસાયણો લોહીના પ્રવાહ સાથે ભળવાને કારણે ખાસ કરીને પુરુષોમાં જાતીય સમસ્યાઓ સર્જાય છે. સિગારેટ, બીડી, ગુટકા એ સેક્સના સૌથી મોટા દુશ્મન છે. એ વાત જાણી લેવી ખૂબ જ જરૂરી છે કાં તમે વ્યસનોનું સેવન કરો અથવા જાતીય જીવનની મજા માણો. બંને વસ્તુ સાથે શક્ય બનતી નથી.

Most Popular

To Top