SURAT

સી.આર પાટીલે જાહેર મંચ પરથી બંછાનિધિ પાનીનાં વખાણ કરી તમામને ચોંકાવ્યા

સુરત : અડાજણ (Adajan)માં સ્પોર્ટસ કોમ્પલેક્સના ઉદ્ધાટન કાર્યક્રમમાં સી.આર. પાટીલે (C.R. Patil) મનપા(Surat Municipal Corporation)કમિશનર (Commissioner) બંછાનિધિ પાની(Banchanadihi Pani)ના મુકતપણે વખાણ કરીને તેને અમદાવાદ(Ahmedabad) મનપામાં જાય તેવી શુભેચ્છા વ્યકત કરતા તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ જ કાર્યક્રમમાં સુરત મનપાનો પોતાનો કાર્યક્રમ હોવા છતા અને મેયર (Mayor) હેમાલી બહેનનો પોતાનો વિસ્તાર હોવા છતાં તેમને સંબોધનનો મોકો આપવામાં આવ્યો ન હતો.

  • બંછાનિધિ પાનીની કામગીરી ખૂબ સારી, અમદાવાદ જાય તેવી શુભેચ્છા : સી.આર. પાટીલ
  • મનપાનો પોતાનો કાર્યક્રમ હોવા છતાં મેયરને સંબોધન કરવાનો મોકો જ નહીં આપ્યો
  • પ્રદેશ ભાજપ પ્રમુખના નિવેદનથી અનેક તર્કવિતર્ક

સુરત કમિશનર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી પાનીએ સુંદર ફરજ બજાવી છે. કોરોનાકાળમાં પણ જોરદાર કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે. ત્યોર હવે ચૂંટણીના પગલે તેમની બદલી થઇ છે પરંતુ વડોદરા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાની ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના સંઘર્ષમાં ઉતર્યા નથી. તેમણે ખૂબ જ સારી કામગીરી સુરતના વિકાસ માટે કરી છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે પાનીને અમદાવાદના કમિશનર તરીકે કામ કરવાની તક મળે તો ત્યાં પણ તે સારી કામગીરી કરી શકે છે. રમુજમાં તેમણે કહ્યું કે, હજુ ઓર્ડર થયો નથી પણ અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.

મેયરને સંબોધન કરવાનો મોકો જ નહીં આપ્યો
દરમિયાન આ કાર્યક્રમમાં એક વિવાદ પણ થયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મનપા દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ નું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમ માટે પાલિકા કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ આ કાર્યક્રમોમાં પાલિકાના પદાધિકારીઓને મહત્વ આપવામાં આવતું નથી. મનપાનો કાર્યક્રમ હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર કે મનપાને મહત્વ આપવામાં આવતું નથી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. સ્પોર્ટસ કોમ્પલેક્સ અને ઈન્ટર એક્ટિવ બોર્ડના લોકાર્પણનો કાર્યક્રમ વખતે પણ મનપાને મહત્વ આપવાનું જ ભુલાયું હતું. મનપાનો સત્તાવાર કાર્યક્રમ હોવા છતાં આજે પણ મેયરને સ્વાગત પ્રવચન કરવા માટેનો સમય ફાળવવામાં આવ્યો ન હતો.

Most Popular

To Top