Gujarat

બનાસકાંઠા જિલ્લામાં 47 આરોગ્ય કેન્દ્રો માટે જમીનની ફાળવણી કરાઈ

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ માટે માળખાગત સવલતોનું નિર્માણ કરવા બનાસકાંઠા (Banaskatha) જિલ્લામાં ૪૭ જેટલા આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે જમીનની (Land) ફાળવણી કરાઈ છે. વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે જમીનની ફાળવણીના પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૦૯ અને પેટા આરોગ્ય કેન્દ્રો માટે ૭૦ અરજીઓ મળી કુલ ૭૯ અરજીઓ મળી હતી. આ પૈકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૦૭ અને પેટા આરોગ્ય કેન્દ્ર માટે ૪૦ મળી કુલ ૪૭ સ્થળો માટે સરકારી જમીનની ફાળવણી કરાઈ છે. સરકારી જમીનની ફાળવણી ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારે ગૌચરની ખરાબાની જમીનમાંથી ગૌચર નીમ કર્યા બાદ જે જમીન વધે એ જમીન સરકારી બાંધકામ માટે ફાળવવામાં આવે છે અને આ જમીન ફાળવણીની સત્તા સ્થાનિક સ્થળે જિલ્લા કલેકટર તથા વધુ જમીનની માંગ હોય તો રાજ્ય કક્ષાએ મહેસુલ વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવે છે.

Most Popular

To Top