Charchapatra

સાઈલન્ટ કીલરથી બચો!

હાલમાં જ એક અભ્યાસના તારણ અનુસાર વિશ્વમાં દર વર્ષે ત્રીસ હજાર નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે માત્ર ભારતમાં તંબાકુના સેવનથી વર્ષ દરમિયાન મૃત્યુનો આંક 14 લાખ ત્રીસ હજારનો છે અને મૃત્યુનો આંકડો માત્ર તંબાકુના સેવનનું પરિણામ છે જે આતંકવાદીઓ કરતાં પણ વધુ ઘાતક અને વિનાશકારી છે. આ સિવાય પણ આલ્કોહોલ, સિગારેટ/બીડી, ડ્રગ્સ, હેરોઈન, ચરસ અને ગુટખા જેવા પ્રાણઘાતક સાઈલન્ટ કીલરોનું સેવન કરનારાની સંખ્યામાં ભારતમાં ખૂબ જ મોટો વધારો થયેલો જોવા મળે છે. જે દેશની યુવા પેઢીને વિનાશ અને બરબાદીના માર્ગ તરફ પ્રેરિત કરે છે, જે દેશ અને પરિવારો માટે જોખમી છે. તો આ અંગે ભારતની યુવા પેઢીએ આ ઉપરોક્ત તમામ સાઈલન્ટ કીલરોથી બચવું જોઈએ અને જે આ વ્યવસનોના ચક્રવ્યૂહમાં ફસાયેલાં છે એ તમામ લોકોએ તેમના પરિવારોનો વિચાર કરી વ્યસનમુક્તિ કેન્દ્ર અને તેના બચાવ માટે માહિતી આપતા શિબિરોમાં જોડાવું જોઈએ જે દેશ અને પરિવારોના હિતમાં હશે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કટ મની સરકાર
મમતા બેનરજી સરકાર કટ મની સરકાર કહેવાતી હતી તે હાલના ED ના દરોડાનાં રૂા. 500 અને 2000 ની નોટોના ટ્રક ભરેલ ઢગલાનાં દુનિયાએ દર્શન કર્યાં. વેસ્ટ કટ પીસની બેસ્ટ થેલી કે રંગીન ચંદરવાની દરજીની નિષ્પાપ કલાનું પાપી રાજકારણે આંતરરાષ્ટ્રીયકરણ કરી દીધું. આવી તે કેવી મમતા!
ધરમપુર – ધીરુ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top