Sports

થર્ડ એમ્પાયર લિફ્ટમાં ફસાઈ જતા મેચ મોડી શરૂ થઈ, ઓસ્ટ્રેલિયા-પાકની ટેસ્ટ મેચ દરમિયાન MCGમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ

મેલબોર્ન(Malborne): ઓસ્ટ્રેલિયાના (Australia) મેલબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની ટેસ્ટ મેચના (TestMatch) ત્રીજા દિવસે વિચિત્ર ઘટના બની હતી. અહીં થર્ડ એમ્પાયર (ThirdEmpire) સ્ટેડિયમની લિફ્ટમાં (Lift) ફસાઈ ગયા હતા, જેના લીધે લંચ બ્રેક બાદ મેચ મોડી શરૂ થઈ હતી.

એમસીજી (MCG) ખાતે બીજી ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ દરમિયાન વિચિત્ર સંજોગોમાં રમત રોકી દેવામાં આવી હતી કારણ કે થર્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. પ્લેયર્સ ગુરુવારે લંચ બ્રેક પછી સ્થાનિક સમય અનુસાર બપોરે 1.25 કલાકે ગ્રાઉન્ડ પર રમત માટે પાછા ફરી ચૂક્યા હતા. ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ ક્રિઝ પર રમવા તૈયાર ઉભા હતા. ત્યારે અસામાન્ય સંજોગોના લીધે મેચ શરૂ કરી શકાય નહોતી.

ગ્રાઉન્ડ પર ખેલાડીઓ અને બે એમ્પાયર પહોંચી ગયા હતા, પરંતુ એમ્પાયરો બોલ ફેંકવાની પરમિશન આપી રહ્યાં નહોતા. કારણ કે થર્ડ એમ્પાયર ઈલિંગવર્થ તેમની જગ્યા પર પાછા ફર્યા નહોતા. તેઓ તરફથી ગ્રાઉન્ડ પરના એમ્પાયરોને કોઈ સિગ્ન મળી રહ્યાં નહોતા. તેથી મેચ શરૂ થઈ શકી નહોતી.

આ તરફ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્ન અને સ્ટીવ સ્મિથ મેચ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતાં. થોડી વાર પછી ફોર્થ એમ્પાયર ફિલ ગિલેસ્પી બ્રાઉન્ડ્રી પરથી ત્રીજા એમ્પાયરના બોક્સ તરફ દોડ્યા હતા, જેથી રમત ફરી શરૂ થઈ શકી હતી. થોડી વાર માટે ગિલેસ્પીએ ઈલિંગવર્થની જવાબદારી સંભાળી હતી.

થોડી વાર પછી ઈલિંગવર્થ લિફ્ટમાંથી બહાર નીકળી શક્યા હતા અને તેઓ થર્ડ એમ્પાયરના બોક્સમાં પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા ચેનલ સેવનના હોસ્ટ મેલ મેક્લોફલિન પણ લિફ્ટમાં હતાં. તેઓ પણ થર્ડ એમ્પાયર સાથે ફસાઈ ગયા હતા. તેમને બહાર નીકળવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો હતો.

આ દરમિયાન લગભગ 7 મિનિટ સુધી મેચ શરૂ થઈ શકી નહોતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દ્વારા આ અંગે દિલીગીરી વ્યક્ત કરવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જાણ કરી હતી કે થર્ડ એમ્પાયર લિફ્ટમાં અટવાઈ જવાને લીધે રમતમાં વિલંબ થયો છે. જ્યારે એમસીજીએ માફી માંગી હતી.

Most Popular

To Top