Vadodara

ગેરકાયદેસર દબાણો કરતા અસામાજીક તત્વોને ડામવા માટેનો પ્રયાસ : મેયર

વડોદરા: વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણ હટવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાં મેયર દ્વારા ખડે પગે ઉભા રહીને તાત્કાલિક દબાણો દુર કરે છે. થોડા સમય અગાઉ જ મેયર દ્વારા તરસાલી શાકમાર્કેટ પાસેના દબાણો પણ દુર કરવમાં આવ્યા હતા ત્યારે આજ રોજ માથાના દુખાવા સમાન સલાટવાડા થી મચ્છીપીઠ સુધીના દબાણો દુર કરવામાં આવ્યા હતા. દબાણો દુર કરવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ જોડે રાખવામાં આવ્યો હતો.

વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર કેયુર રોકડીયા દ્વારા અવારનવાર ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો શહેરમાંથી ઠેર ઠેર દુર કરવામાં આવે છે. ત્યારે આજ રોજ માથાના દુખાવા સમાન એવો સલાટવાડા થી મચ્છીપીઠ સુધીના જાહેર રોડ રસ્તા પર કેટલાક દુકાનદારોએ દબાણો કર્યા હતા ત્યારે અવારનવાર ત્યાં અકસ્માત પણ થતા હોય છે જેને પરિણામે ત્યાં મારામારીના બનવો પણ બનતા હોય છે.

ત્યારે આજ રોજ મેયર કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં મચ્છીપીઠના દબાણો દુર કરવામાં આવ્યા હતા. ત્યાંથી અસંખ્ય લારી ગલ્લા તથા કેટલાક કાચા પાકા દબાણો પાલિકા દ્વારા દુર કરવાની કામગીરી આજ રોજ કરવામાં આવી હતી. અને દબાણ દુર કરવાની કામગીરીમાં કેટલીક જગ્યાએ પાલિકાની દબાણ શાખાની ટીમ જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન પોલીસની હાજરી વધુ હોવાથી અસામાજિક તત્વોના હાથ હેઠા પડ્યા હતા.

જયારે મેયરે જણાવ્યું હતું કે આવી અસામાજિક પ્રવુતિ કોઈ પણ કાળે ચલાવી નહી લેવાય તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે અમને ઘણી વાર ફરિયાદો મળતી હતી કે આ વિસ્તારમાં દબાણો ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જેને પરિણામે વાહનચાલકો અને રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. રોડ રસ્તા પર આવતા દરેક દબાણો આ રીતે જ દુર કરવામા આવશે. તેમાં કોઇપણ જાતની શેહ સર્મ વગર દબાણો દુર થશે અને થશે જ તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top