Entertainment

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીને મુશ્કેલી વધી શકે છે, મુંબઈ પોલીસે FIR દાખલ કરી

મુંબઈ: શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TarakMehtaKaOoltaChashma) ઘણા સમયથી વિવાદમાં છે. આ સીરિયલના કેટલાક કલાકારોએ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સિરિયલની એક અભિનેત્રીએ જાતીય સતામણીના (Sexual Harassment) આક્ષેપ કર્યા બાદ શોના પ્રોડ્યૂસર અસિત મોદી (AsitModi) ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે તારક મહેતાના નિર્માતા અસિત કુમાર મોદીને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. અસિત મોદી વિરુદ્ધ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ શોના એક કલાકારની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. પવઈ પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 354 અને 509 હેઠળ તેમની સામે કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ગયા મહિને અભિનેત્રીએ અસિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
તમને જણાવી દઈએ કે ગયા મહિને એક એક્ટરે મેકર અસિત કુમાર મોદી અને અન્ય બે ક્રૂ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે અગાઉ કહ્યું હતું કે, “પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીનું બે અન્ય ક્રૂ મેમ્બરો વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોના સંબંધમાં નિવેદન નોંધ્યું છે.” તેમના નિવેદન માટે તેમને સમન્સ મોકલશે.”

અસિત મોદીએ આરોપોને નકારી કાઢ્યા
જો કે, અસિત મોદીએ આરોપોને નકારી કાઢ્યા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેને બદનામ કરવાનો પ્રયાસ કરવા બદલ અભિનેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો દાવો પણ કર્યો હતો. અને મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને અભિનેતા તરફથી લેખિત ફરિયાદ મળી હતી.

અભિનેત્રીએ ગંભીર આક્ષેપ કર્યા હતા
તમને જણાવી દઈએકે એક ઇન્ટરવ્યુ દરમિયાન, આરોપો લગાવનાર શોની અભિનેત્રીએ જણાવ્યું હતું કે શોના નિર્માતા અસિત મોદીએ અગાઉ પણ તેની છેડતી કરી હતી. પરંતુ તે ચૂપ રહી કારણ કે તેણીને ડર હતો કે તેણીને શો માંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ જ્યારે વાત ઘણી આગળ વધી ત્યારે અભિનેત્રીએ મેકર્સ સામે ફરિયાદ નોંધાવી.

મેકર્સ પર ઘણા કલાકારોએ આરોપ લગાવ્યા
તમને જણાવી દઈએ કે તારક મહેતા શો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો અને મેકર્સ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. તેમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢા, શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલા અને બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયાનો સમાવેશ થાય છે. પરંતુ અસિત મોદીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે.

Most Popular

To Top