Charchapatra

યુવાનોનું ચિંતપ્રેરક વલણ

ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર વાહન લઇને કોલેજ જતા હતા ત્યારે ભયજનક રીતે ત્રિપલ સવારી વાહન ચલાવનાર વિદ્યાર્થીઓને ઠપકો આપતા તેમની સાથે મારામારી કરી હાથની આંગળીઓમાં ફેક્ચરની ઈજા પહોંચાડી એ ઘટના ઘણા પ્રશ્નાર્થ ઉભા કરે છે. આપણું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે? વડીલો પ્રત્યે આવું આક્રમક, હિંસાત્મક વલણ રાખવાનું એ ક્યાંથી શીખ્યા હશે? એમના ઘરમાં કે શાળામાંથી એવું વાતાવરણ નહીં મળ્યું હોય જે એમનામાં મૂલ્યો રોપે? આવી ઘટનાઓ ચોક્કસ ચિંતા પ્રેરે છે.  વડીલોનું માન નહીં જાળવવાનું શિક્ષણ આવા યુવાનોને ઘર કે સમાજમાંથી જ મળ્યું હશે એ નક્કી. ઘરનું વાતાવરણ તંદુરસ્ત હોય, મા-બાપ સંતાનોને સમય ફાળવી એમની સાથે જીવનમૂલ્યોનું પરોક્ષ શિક્ષણ આપતા હોય અને શાળા કક્ષાએથી પણ આ અંગે માર્ગદર્શન, તાલીમ મળતી હોય તો આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય. નજીવી બાબતે હિંસા પર ઉતરી આવતા યુવાનોનું સતત કાઉન્સેલિંગ થવું જોઈએ.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top