Charchapatra

સુરતની 19 વર્ષની યુવતી કુ. મૈત્રી પટેલે દેશનું નામ રોશન કર્યું

સુરત નિવાસી એક ખેડૂત પુત્રી 19 વર્ષની મૈત્રી પટેલ નામની યુવતીએ આટલી નાની વયે અમેરિકા તરફથી કોર્મશિયલ પાયલોટનું લાયસન્સ મેળવી દેશનું નામ રોશન કરેલ છે. 18 માસની તાલીમ તેણીએ માત્ર 11 માસમાં જ પૂરી કરી છે. બચપણથી પાયલોટ બનવાનું મૈત્રીનું સ્વપ્ન હતું. પોતાની ઈચ્છા શક્તિ અને મહેનતથી તેણીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મૈત્રીના પિતાએ આ માટે પોતાની જમીન પણ વેચી દીધી હતી. લાયસન્સ મળ્યા બાદ મૈત્રીએ પોતાના પિતા સાથે વિમાન સફર કરી હતી. તેણી તેમજ તેણીના માતા-પિતા આપણાં સૌના અભિનંદનના અધિકારી છે.ભારત સરકાર અને કેટલીક રાજ્ય સરકારોએ જે રીતે ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન યોજી પ્રોત્સાહિત કરેલ છે તે રીતે મૈત્રીનું પણ સન્માન કરી તેણીને બિરદાવવી જોઈએ.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top