Gujarat Main

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ-આપની 24×2 ફોર્મ્યુલા, અહેમદ પટેલનો પરિવાર કપાયો

ગાંધીનગર(Gandhinagar): આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે ગુજરાતની (Gujarat) 26 બેઠકો પર ઉમેદવારીના મામલે ઈન્ડિયા (I.N.D.I.A) ગઠબંધન હેઠળ કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી કરી દેવાઈ છે. 24×2 ના ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાનું નક્કી થયું છે. ગુજરાતની 26 બેઠકો પૈકી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી લડશે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક સમયના કોંગ્રેસના ટોચના નેતા મર્હૂમ અહેમદ પટેલના (Ahmed Patel) સંતાનોને કોંગ્રેસ પક્ષ તરફથી ટીકિટ આપવામાં આવી નથી અને મર્હુમ અહેમદ પટેલના હોમ ટાઉન ગણાતા ભરૂચની (Bharuch) બેઠક આપને આપી દેવામાં આવી છે. ફોર્મ્યુલા અનુસાર ભરૂચ અને ભાવનગરની બેઠક પરથી આપના ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે.

મર્હૂમ અહેમદ પટેલના સંતાનોને અવગણવામાં આવ્યા
આ અગાઉ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનમાં ભરૂચ બેઠકને લઈને ઘણી દ્વિધા સર્જાઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પોતાનો દાવો છોડવા તૈયાર ન હતી. ઈમોશનલ કાર્ડ રમતા મુમતાઝે કહ્યું હતું કે માત્ર હું જ નહીં પરંતુ હજારો ગ્રામીણ કાર્યકર્તાઓનું દિલ તૂટી જશે. મુમતાઝના ભાઈ ફૈઝલ પટેલે પણ લ્લેઆમ તેઓ અન્ય કોઈ પક્ષને સમર્થન નહીં આપે તેવી જાહેરાત કરી હતી. આમ છતાં આજે જાહેર થયેલા ગઠબંધનમાં મર્હૂમ અહેમદ પટેલના સંતાનોની ધરાર અવગણના કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.

ચૈતર વસાવા ભરૂચની બેઠક પર આપના ઉમેદવાર બને તે લગભગ નક્કી
ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૈતર વસાવા મજબૂત દાવેદાર છે અને આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવે તે લગભગ નક્કી જ છે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવાના પ્રભાવના લીધે જ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચની બેઠક આપને ફાળવવામાં આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top