Vadodara

વાહનોની ગતિ વધારે, સંખ્યા ઓછી

  • લોકો હજુ પણ અજાણ, નજીવા વાહન દેખાયા 
  • વિકાસની ગતિ, 120 કિમિ પ્રતિ કલાક, 80 કિમીનું અંતર માત્ર 40 મિનિટમાં
  • નેશનલ એક્સપ્રેસ હાઇવે નં 4 એટલે  સમય,સલામતી અને સુવિધાઓનો સમન્વય
  • વડોદરાથી ભરૂચનું અંતર કાપવું હવે પીડાદાયક નહિ હોય

વડોદરાથી ભરૂચ વચ્ચેનો નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે 5 કલાક બાદ આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી તેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત મિત્રની ટીમ દ્વારા એક્સપ્રેસ હાઈવેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો. આ હાઇવે ઉપર કેટલી સુવિધાઓ છે, કેટલી ઝડપે જઈ શકાય છે અને વચ્ચે કેવા અડચણો આવે છે તે અંગેની જાણકારી મેળવવાની પ્રયાસ કરવામાં આવ્યો. એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરાથી ભરૂચનું અંતર જાને ઘટી ગયું હોય તેમ લાગ્યું.80 કિમીનું અંતર કાપવું હોય તો નેશનલ હાઇવે નંબર 48 ઉપર હાલમાં દોઢ કલાક જેટલો સમય લાગે છે. પરંતુ એક્પ્રેસ હાઇવે ઉપર આ સમય માત્ર 40 મિનિટનો લાગ્યો હતો. જો કે હાલમાં હાઇવે ઉપર એકલ દોકલ વાહનો જ જોવા મળ્યા હતા. ચાર ચક્રી વાહનો મહત્તમ 120ની ઝડપે દોડી શકે છે. હાલમાં જ હાઇવે ખુલ્લો મુકાયો હોવાથી અને આર.સી.સી. રોડ હોવાના કારણે વચ્ચે વચ્ચે બ્રિજના જોડાણો થોડા ઉબડખાબડ છે અને રોડ કેટલાક સ્થળોએ સમતલ કરાયો નથી. જેથી ઝડપ ઘટે છે પરંતુ હાઇવે ઉપર ચઢ્યા બાદ બ્રેક મારવાની જરૂર ન પડે તેવી સ્થિત હાલમાં છે. એક તરફ ફોર લેન અને પાંચમો ઇમર્જન્સી પાર્કિંગ લેન બનાવવામાં આવ્યો છે. આમ બંને બાજુ 10 લેન કહી શકાય. આગામી 10 વર્ષોમાં વાહનોનું ભારણ ધ્યાનમાં રાખીને આ માર્ગ બનાવવામાં આવ્યો છે. ત્યારે અમારી ટીમ દ્વારા વડોદરા થી ભરૂચ વચ્ચેનું 80 કિમીનું અંતર માત્ર 40 મિનિટમાં કાપવામાં આવ્યું હતું. 120 ની ઝડપે સડસડાટ  ભરૂચ ક્યારે આવી ગયું તે ખ્યાલ પણ ન રહ્યો. પાદરા નજીક સમિયાલા નજીકથી પ્રવેશ મેળવ્યો અને વળતી વખતે વાસદ નજીક ફાજલપુર ખાતેથી પરત ફર્યા હતા. ત્યારે ખરેખર આ માર્ગ સમય, સલામતી અને સુવિધાઓનો સમન્વય લાગ્યો.

એક્સપ્રેસ હાઇવે ઉપર એક તરફ પાંચ લેન બનાવાયાએક્સપ્રેસ હાઇવે ઉપર એક તરફ પાંચ લેન એટલે કે બંને તરફ કુલ 10 લેન માર્ગ બનાવાયો છે. વિશાળ માર્ગ ઉપર વાહનો માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. ફોર લેન પૈકી એક લેન ભારે વાહનો માટે, એક લેન બસ અને લાઈટ કોમર્શિયલ વિહિકલ માટે, એક લેન કાર માટે અને પ્રથમ લેન ઓવરટેકિંગ માટે બનાવવામાં આવ્યો છે. જયારે સૌથી છેલ્લો પાંચમો લેન ઇમર્જન્સી પાર્કિંગ માટે બનાવવામાં આવ્યો છે.

સર્વિસ રોડ તેમજ એપ્રોચ રોડ પણ હાઇવે જેવા જ

એક્સપ્રેસ હાઈવેને જોડતા એપ્રોચ રોડ અને સર્વિસ રોડ ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાઈવેની સમકક્ષ આ માર્ગ બનાવવામાં આવ્યા છે. રોડ ઉબડખાબડ ન રહે તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી વાહનો માત્ર એક્સપ્રેસ રોડ ઉપર જ નહિ સર્વિસ રોડ પણ એટલા જ મજબૂત બનાવવવામાં આવ્યા છે.

દર 1 કિમીના અંતરે સીસીટીવી કેમેરા લગાવાયા

એક્સપ્રેસ હાઇવે ઉપર સલામતી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. માર્ગ ઉપર દર એક કિલોમીટરના અંતરે અત્યાધુનિક સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. નાઈટ વિઝન તેમજ હાઈ રિસોલ્યુશન સાથે આ કેમેરા સજ્જ છે. જે વાહનોની ગતિ, અકસ્માત તેમજ આવાં જવાન કરતા તમામ વાહનોની નોંધ રાખવા મદદરૂપ થશે.

દર 2 કિમીના અંતરે ઇમર્જન્સી એક્ઝિટ

અમદાવાદ વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઇવે નંબર 1 ઉપર વચ્ચે ક્યાંય ઇમર્જન્સી એક્ઝિટ આપવામાં આવી નથી. પરંતુ વડોદરા થી ભરૂચ વચ્ચેના નવા લોકાર્પણ પામેલા એક્સપ્રેસ હાઇવે ઉપર દર 2 કિમીના અંતરે ઇમર્જન્સી એક્ઝિટ આપવામાં આવી છે.રેલિંગ વાળા એક્સઝીટ ગેટ મુકવામાં આવ્યા છે જેથી ઈમરજન્સીના સમયે યુ ટર્ન લઈ શકાય.

10 કિમીના અંતરે સ્પીડ દર્શાવતી એલઇડી

એક્સપ્રેસ હાઇવે ઉપર આપ કેટલી ઝડપે જઈ રહ્યા છે તેની પણ નોંધ લેવામાં આવશે. દર 10 કિમીના અંતરે સ્પીડ દર્શાવતા મશીન મુકવામાં આવ્યા છે. એલઇડી સ્ક્રીન ઉપર ઝડપ જોવા મળશે. અને જો કોઈ વાહન નિયત કરાયેલી ઝડપથી વધુ સ્પીડમાં જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

પ્લાન્ટેશનમાં પાણી માટે ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ

એક્સપ્રેસ હાઇવે ઉપર બંને સાઈડની માધ્યમ ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હાલમાં તમામ છોડ ખીલી ઉઠ્યા છે. છોડ મુરઝાઈ ન જાય તે માટે નિયમિત પાણી આપવા માટે ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 5 કિમીના અંતરે તે માટેના પમ્પ મુકવામાં આવ્યા છે અને તેના થકી જરૂર પડે ત્યારે છોડને પાણી આપી શકાય. પાણીનો વેડફાટ પણ ન થાય અને છોડ પણ ન મુરઝાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે

હાઇવે ઉપરની તમામ લાઈટો સોલાર થી જ ચાલશે.

એક્સપ્રેસ હાઇવે ઉપર દર 1 કિમીના અંતરે સીસીટીવી કેમેરાની સાથે સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. હાઇવે ઉપરની તમામ લાઈટો અને ઇકવીપમેન્ટ્સ સોલારથી જ ચાલશે. માત્ર સીસીટીવી કેમેરાણા પોલ જ નહિ પરંતુ જ્યાં ઇમારનાસી ટેલિફોનની સુવિધા કે અન્ય બોર્ડ દર્શાવાયા છે ત્યાં પણ સોલાર પેનલ લગાવવામાં આવી છે જેથી વધુમાં વધુ પાવર જનરેટ કરી શકાય.

ટ્રક ચાલક તેમજ ક્લીનર માટે પાર્કિંગ તેમજ રહેવાની ખાસ સુવિધા

આગામી સમયમાં આ એક્સપ્રેસ હાઇવે દિલ્હી થી મુંબઈને જોડશે ત્યારે ટ્રક ચાલકો અને ક્લિનરો માટે પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. 20 – 20 કિમીના અંતરે બે સ્થળોએ વિશાળ જગ્યામાં પાર્કિંગ માટેની વ્યવસ્થા તેમજ દ્રૈવાર અને ક્લિનરો માટે આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ ભારે વાહન રોડ ઉપર પાર્ક કરીને ચાલકો ન સુઈ જાય.

મોટેલ, મોલ અને ફ્યુઅલ પંપ 20 – 20 કિમીના અંતરે

વડોદરા થી ભરૂચ વચ્ચે 20 – 20 કિમીના અંતરે મોટેલ, મોલ, ખાણીપીણી તેમજ ફ્યુઅલ પમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્યુઅલ પંપ માટે બીપીસીએલને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં નામાંકિત સ્ટોર્સ પણ ઉપલબ્ધ હશે. આ વિસ્તારમાં ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવશે. તો વચ્ચે વાહનચાલકો માટે ચાય બ્રેક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સ્થળે ટી સ્ટોલ અને રિફ્રેશમેન્ટ એરિયા ઉભો કરવામાં આવ્યો છે.

ભારે  વાહનો માટે એન્ટ્રીમાં જ વજનકાંટો

ભારે વાહનો માટે વજન કરવા માટે એન્ટ્રીમાં જ ટોલ નાકા પછી તરત વજન કાંટાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વાહનચાલકોએ કોઈ અન્ય સ્થળે વજન કરાવવા જવાની જરૂર નહિ પડે.

Most Popular

To Top