Madhya Gujarat

ડાકોર બસમથકમાં પ્રવેશવાના માર્ગે જ ખાડાઓનું સામ્રાજ્ય

ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બે બસમથક કાર્યરત છે. જે પૈકી નવા બસમથકમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. આ ઉપરાંત છેલ્લાં ઘણાં મહિનાઓથી આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતું હોવાથી મુસાફરોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મુસાફરો પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે. આવા સમયે કેટલાક મુસાફરો પાણીમાં ખાબકતાં હોવાના પણ બનાવો બની રહ્યાં છે. જેથી કેટલાક જાગૃત મુસાફરો દ્વારા આ મામલે એસ.ટી તંત્રને રજુઆતો કરવામાં આવી છે. પરંતુ એસ.ટીના નઘરોળ તંત્ર દ્વારા ખાડા પુરવા કે પાણીનો ભરાવો થતો અટકાવવાના કોઈ જ પગલાં ભરવામાં આવતાં ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top