Gujarat

અમીત શાહે કમલમ ખાતે બેઠક યોજી

ગાંધીગનર : ગુજરાત વિધાનસભાની તૈયારીઓ પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વ્રારા પૂરજોશમાં ચાલી રહી છે. આજે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે કમલમ કાર્યાલય પોહચીને બેઠકોનો દોર યોજયો હતો. શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહયા હતા. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે બેઠકમા ચર્ચા થવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને મોદી અને શાહ બંનેના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે.

કોંગ્રેસના શાસનમાં ડોકટરના અભ્યાસ માટે પણ કમાણી ચાલતી હતી
ગાંધીનગર : ગુજરાતના બીજા દિવસે પ્રવાસ દરમ્યાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે ગાંધીગનરમા જુદા જુદા 7 સમારંભોમાં હાજરી આપી હતી. જેમાં રાત્રે માણસામાં તેમના વતનમાં બહુચરાજી માતાજીના મંદિરે મહા આરતીમાં ભાગ લીધો હતો. જયારે સવારે ગાંધીનગરમાં રૂપાલ ગામ ખાતે વરદાયિની માતાજીના મંદિરે સુવર્ણ જડીત ગર્ભગૃહનું ઉદ્ધાટન કર્યુ હતું .
શાહે આજે કલોક ખાતે કેઆરઆઈસી કેમ્પસમાં 750 બેડના આધુનિક હોસ્પિટલના ખાતમુહૂર્ત સમારંભમા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહયું હતું કે કોંગ્રેસના શાસનમાં ડોકટરના અભ્યાસને પણ કમાણીનું સાધન બનાવી દેવાયુ હતું.

શાહે કહયું હતું કે કોંગ્રેસીઓ દેશ પર કરેલા વર્ષો સુધીના શાસનમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો બનાવવામાં પણ ફક્ત રૂપિયા કમાવવામાં પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિદ્ધ કર્યું છે કે, જો એક વ્યક્તિ ધારે તો દેશની આરોગ્ય સુવિધાઓમાં ટૂંકા ગાળામાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય છે. ૨૦૧૩-૧૪માં દેશમાં ૩૮૭ મેડિકલ કોલેજ હતી જે ૨૦૨૧-૨૨માં ૫૯૬ થઈ છે, MBBSની બેઠકો ૫૧,૩૪૮ હતી જે ૮૯,૮૭૫ થઈ છે, પીજી મેડીકલની બેઠકો ૩૧,૧૮૫ હતી જે ૬૦,૨૦૨ થઈ છે.

આઝાદી પછીના ૬૫ વર્ષની સામે પ્રધાનમંત્રી મોદીના 8 વર્ષના ટૂંકા શાસનમાં દેશમાં મેડિકલ કોલેજ, MBBS બેઠકો, PG મેડિકલ બેઠકોની સંખ્યા બમણી થઈ છે. પીએમ મોદીના શાસનકાળમાં ૧૦ નવા એઇમ્સ શરૂ થયા છે, બીજી નવી ૭૫ મેડિકલ કોલેજોની સ્વીકૃતિ મળી છે, ૨૨ નવા એઇમ્સ બનાવવાની યોજનાની ઘોષણાં કરવામાં આવી છે. ગુજરાતે પણ માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, સંસ્થાગત પ્રસૂતિના માનાંકોમાં ખૂબ સારો સુધારો કર્યો છે. જેન્ડર રેશિયોમાં પણ ગુજરાત ૧૦૦૦ દીકરા ની સામે ૮૬૬ દીકરી થી ૧૦૦ દીકરાની સામે ૯૫૫ દીકરી સુધી પહોંચ્યું છે. શાહે ગાંધીનગરમાં અંડર પાસનું ઉદ્ધાટન તથા જીટીયુના નવા કેમ્પસનું ખાતમુહૂર્ત પણ કર્યુ હતું.

Most Popular

To Top