World

અમેરિકાઃ કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં થયું ફાયરિંગ, બે લોકો ગંભીર રીતે ઘાયલ

નવી દિલ્હી: અમેરિકામાં (America) કેલિફોર્નિયાના (California) એક ગુરુદ્વારામાં (Gurudwara) ફાયરિંગની (Firing) ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં આવેલા ગુરુદ્વારામાં બે લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે. ગોળી વાગવાના કારણે બંને લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે આ ફાયરિંગની ઘટના નફરત સાથે સંબંધિત નથી. આ ઘટનામાં બે વ્યક્તિ એકબીજાને ઓળખતા હતા અને ગોળીબાર એકબીજાને ઓળખતા બે લોકો વચ્ચે થયો હતો.

ગુરુદ્વારામાં ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ
સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા અમર ગાંધીએ જણાવ્યું હતું કે આ ઘટના નફરત વિરોધી કે હિન્દુ વિરોધી સાથે સંબંધિત નથી. તેમજ આ ઘટનાને બે લોકો વચ્ચે ગોળીબાર તરીકે ગણવામાં આવે છે જેઓ એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. સાર્જન્ટ ગાંધીએ કહ્યું કે ત્રણ લોકોનો ઝઘડો થઈ રહ્યો હતો જેમાં ફાયરિંગ થયું હતું. તેમણે કહ્યું કે જ્યારે પ્રથમ શંકાસ્પદ વ્યક્તિએ બીજાના મિત્રને ગોળી મારી ત્યારે બીજો શંકાસ્પદ નીચે જમીન પર પડ્યો હતો. ત્યાર બાદ બીજા વ્યક્તિે પહેલા વ્યક્તિને ગોળી મારી દીધી હતી. સાર્જન્ટ ગાંધીએ આગળ કહ્યું, “એવું લાગે છે કે ઝઘડામાં સામેલ દરેક જણ એકબીજાને ઓળખતા હતા. તે અગાઉના વિવાદને કારણે ઉદ્દભવ્યું હતું.” ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અમેરિકાના ડલ્લાસ શહેરમાં ગોળીબારમાં ચારના મોત
આ પહેલા 12 માર્ચે અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ડલ્લાસ શહેરમાં રહેણાંક મકાનમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. એક ટેલિવિઝન ચેનલના રિપોર્ટ અનુસાર ફાયરિંગની ઘટના 12 માર્ચની રાત્રે બની હતી. ઘટનાની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ડલ્લાસ વિસ્તારમાં સાંજે લગભગ 7.10 વાગ્યે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચાર લોકોને ગોળી વાગી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અરકાબુતલા ફાયરિંગમાં 6 લોકોના મોત
બીજી તરફ, ફેબ્રુઆરી મહિનામાં પણ યુએસમાં મિસિસિપીના ટેટ કાઉન્ટીમાં સ્થિત અરકાબુટલા નગરમાં અલગ-અલગ જગ્યાએ 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ એક વ્યક્તિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ કહ્યું હતું કે હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા બેઈલી માર્ટિને ટેટ કાઉન્ટીના આર્કાબુટલામાં હત્યાની પુષ્ટિ કરી છે. કાઉન્ટી શેરિફ બ્રાડ લાન્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે હત્યા એક સ્ટોર અને બે ઘરોમાં થઈ હતી.

Most Popular

To Top