SURAT

પતિએ કંઈ એવું કર્યું કે મોબાઈલ પર વાત કરતી પત્નીનું મોત થઈ ગયું, સુરતની ઘટના

સુરત : અમરોલી (Amaroli) ખાતે રહેતી મહિલા ફોન (Phone) ઉપર પ્રેમી (Lover) સાથે વાત કરતી હોવાના વહેમમાં પતિએ (Husband) તેની સાથે ઝઘડો (Quarrel) કર્યો હતો. મહિલા ઘરની બહાર નીકળવા જતા પતિએ સાડીનો પલ્લુ ખેચી ગળે ટુંપો આપી હત્યા (Murder) કરી હતી. બાદમાં ભાઈને ફોન કરીને જાણ કરી હતી. અમરોલી પોલીસે (Police) હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

  • ઝારખંડ કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હોવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થયો
  • પત્ની ઘરની બહાર ભાગવા જતા સાડીનો પલ્લુ ખેંચી ગળે ટુંપો આપી દીધો
  • હત્યા કરી આરોપીએ ભાઈને ફોન કરીને જાણ કરી

અમરોલીમાં કિષ્‍ણા કોમ્‍પલેક્ષના ચોથા માળ, દેવદિપ સોસાયટી વિભાગ-૦૨ ખાતે ભાડાના મકાનમાં રહેતો કુલદીપપ્રસાદ બોધી શાહુ મુળ ઝારખંડનો વતની છે. ત્રણ દિવસ પહેલા જ દિપકભાઈ હમીરભાઈ સુવા (આહીર) ના મકાનમાં રહેવા માટે આવ્યો હતો. દરમિયાન આજે સવારે કુલદીપપ્રસાદનો ભાઈ સુરેશ શાહુએ દિપકભાઈના ઘરે ગયો હતો. અને તેના ભાઈ કુલદીપે તેની પત્નીને ગળુ દબાવી મારી નાખી હોવાનું કહ્યું હતું. દિપકભાઈ તુરંત તેના રૂમ પર ગયા હતા. જ્યાં કુલદીપપ્રસાદની પત્ની રીનાદેવીની લાશ જમીન ઉપર પડી હતી. આ અંગે સુરેશને પુછતા તેના ભાઈની પત્ની ઝારખંડ કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરતી હતી. અને તેની સાથે પ્રેમસંબંધ હોવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રીનાદેવી દરવાજો ખોલીને ઘરની બહાર ભાગવા ગઈ હતી. ત્યારે કુલદીપપ્રસાદે પાછળથી સાડીનો પલ્લુ ખેચી ગળે ટુપો આપી દીધો હતો. બાદમાં તેણે ભાઈને ફોન કરીને જાણ કરી હતી. અમરોલી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પલસાણાના કારેલીમાં ચાર વર્ષના બાળકને ચાર કૂતરાંએ ફાડી ખાધો
પલસાણા: પલસાણાના કારેલી ગામે આવેલી કેજરીવાલ મિલના કમ્પાઉન્ડના પડાવમાં સૂતેલા મજૂરનો ચાર વર્ષનો બાળક રાતે યુરિન કરવા ઉઠયો હતો એ દરમિયાન ચાર કૂતરાં બાળક પર તૂટી પડ્યાં હતાં. ત્યાંથી બાળકને ઘસડીને લઈ જતાં તેના ગાળા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી બાળકને તત્કાળ સારવાર અર્થે બારડોલી લઈ જતાં ગંભીર ઈજાઓના કારણે બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કારેલી ગામે આવેલી કેજરીવાલ મિલમાં મજૂરીકામ કરતા અશોક કુકા મછાર, મૂળ રાજસ્થાનના વતની છે. જેઓ તેમના પરિવાર સાથે કેજરીવાલ મિલના કમ્પાઉન્ડમાં પડાવ નાંખીને રહે છે. ગત મંગળવારે રાત્રે તેના પરિવાર સાથે તે સૂતો હતો. દરમિયાન તેનો ચાર વર્ષનો પુત્ર આશિર્વાદ રાત્રે પડાવમાંથી બહાર નીકળી યુરિન કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર ચાર કૂતરાં આશિર્વાદ ઉપર હુમલો કરી ગળાના ભાગેથી તેને પકડી ખેંચી ગયા હતા. બાદમાં બાળકના શરીરના અન્ય ભાગો પણ ફાડી ખાતાં ત્યાં હાજર અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને કૂતરાંની ચુંગાલમાંથી બાળકને બચાવી બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પણ ત્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતાએ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૂતરા દ્વારા બાળકોને ફાડી ખાવાના, બચકાં ભરી લેવાના બનાવો સતત વધી રહ્યાં છે છતાં આ બાબતે સ્થાનિક પ્રશાસન અને સરકાર કેમ ચૂપ છે? જંગલી જાનવરો બાળકોને કરડી કે ફાડી ખાવાના બનાવો બનતાં હતા પરંતુ શહેર અને ગામડાઓમાં રખડતાં કૂતરાઓએ આ વરસે તો હાહાકાર મચાવી મૂક્યો છે.

Most Popular

To Top