SURAT

વેલેન્ટાઈન ડે માટે સુરતના ઝવેરીએ બનાવ્યું બ્લુ ડાયમંડમાંથી સ્પેશ્યિલ પેન્ડન્ટ

સુરત: આગામી 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે અને તેમાં પ્રિય પાત્રને ગીફ્ટ આપવાની એક પરંપરા છે. આ દિવસ યાદગાર બનાવવા માટે પતિ- પત્ની, ફિયાન્સ – ફિયાન્સી અને પ્રેમી-પ્રેમિકા એકબીજાને અવનવી ગીફ્ટ આપે છે. જો કે, આ વેલેન્ટાઇનમાં ગીફ્ટ માટે બ્લુ શેફર્ડ ડાયમંડ સાથેનું હીરા જડીત પેન્ડન્ટ ફેવરીટ છે અને તેની કિંમત છે 7.20 લાખ રૂપિયા!

વેલેન્ટાઈન ડે પર ડાયમંડનું આ પેન્ડન્ટ ગિફ્ટ કરો, સ્યોર ગર્લફ્રેન્ડ તમારા પ્રેમમાં પડી જશે!

  • બોલો…આ વખતે વેલેન્ટાઇન ડે ઉપર પ્રિયપાત્રને 7.20 લાખના પેન્ડન્ટ ગીફ્ટ આપવાનો ક્રેઝ
  • હીરાજડિત પેન્ડન્ટમાં બ્લુશેફર્ડ ડાયમંડની કિંમત જ 4.20 લાખ
  • સુરતના જ્વેલર્સને 300થી વધુ ઓર્ડર અત્યાર સુધી મળી ચૂક્યા છે

આ અંગે ઈન્ડિયન જ્વેલર્સ એસોસિએશન ગુજરાતના પ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, આ દિવસ માટે દરેક જ્વેલરી શોપ અને ડિઝાઇનર અવનવી ડિઝાઇન તૈયાર કરતાં હોય છે કારણ કે, ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે આ દિવસ માર્કેટિંગની દ્રષ્ટીએ મહત્વનો છે. આ વર્ષે ‘વેલેન્ટાઈન ડે ઉપર ગીફ્ટ આપવા માટે ખાસ હાર્ટ શેપની ડિઝાઈનવાળું બ્રેસલેટ, પેન્ટન્ટ, બંગડીઓનાં ઓર્ડર મળી રહ્યા છે. તો બીજી બાજુ પ્રપોઝ ડે પર પ્રપોઝ કરવા માટે અનેક લોકોએ ગોલ્ડના રોઝનો પણ ઓર્ડર આપ્યો છે. આ વર્ષે પ્લેટિનિયમ, વ્હાઈટ ગોલ્ડ (18 કેરેટ જ્વેલરી વિથ ડાયમંડ)ની સૌથી વધુ ડિમાન્ડ છે. આ બધામાં સૌથી વધુ ખાસ છે, હાર્ટ શેપનું બ્લુ શેફર્ડ ડાયમંડવાળું પેન્ડલ. જેને બનાવવામાં બ્લુ શેફર્ડ ડાયમંડ અને વ્હાઈટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે.’ આ બ્લુ શેફર્ડ ડાયમંડ ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને તેની કિંમત 4.50 લાખ રૂપિયા છે અને અન્ય હીરા જડીને આ પેન્ડન્ટ તૈયાર થાય ત્યારે તેની કિંમત 7.20 લાખ રૂપિયા થઇ જાય છે. અત્યાર સુધીમાં આવા 300થી વધુ પેન્ડન્ટના ઓર્ડર સુરતના જ્વેલર્સને મળી ચૂક્યા છે.

5 થી 50 હજારની કિંમતનું ગોલ્ડ પ્લેટેડ રોઝ હોટ ફેવરિટ
વેલેન્ટાઇન ડે ઉપર પ્રિય પાત્રને ગુલાબનું ફૂલ આપવામાં આવે છે. જો કે, આ ફૂલ સામાન્ય નહીં પરંતુ ગોલ્ટ પ્લેટેડ હોય છે તેની ડિમાન્ડ માર્કેટમાં સૌથી વધુ હોય છે અને તે 5 થી લઇને રૂપિયા 50 હજાર સુધીના તૈયાર થાય છે. કેટલીક શોપ્સમાં તે રેડીમેઇડ પણ મળી જાય છે કારણ કે તે ઇન ડિમાન્ડ હોય છે.

સુરતની રેસ્ટોરાંના 50 ટકા ટેબલ અત્યારથી જ બુક થઇ ગયા
સુરતના એક રેસ્ટોરાંના માલિક વિવેક તાલિયાએ જણાવ્યું હતું કે, ‘વેલેન્ટાઈન ડેની ઉજવણીના ભાગરૂપે અનેક રેસ્ટોરાંએ ‘વેલેન્ટાઈન મન્થ’ તરીકેની ઉજવણી શરૂ કરી છે. જેમાં સમગ્ર મહિના દરમિયાન ગ્રાહકોને સ્પેશિયલ ઓફર્સ આપવામાં આવે છે. તેમાં કપલ્સ માટે વિવિધ ડેકોરેશન, ફૂડ, પ્રાઈવેટ સ્પેસ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેનું પેકેજ આપવામાં આવે છે.’ વેલેન્ટાઈન ડેના પહેલા જ આશરે 50 ટકા જેટલું બુકિંગ થઈ જાય છે. અનેક યંગસ્ટર્સ પરિવાર સાથે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Most Popular

To Top