Dakshin Gujarat

આહવાનાં દેવલપાડામાં મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં 7 લાખનું નુકશાન

સાપુતારા: આહવાનાં (Dang) દેવલપાડામાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ (Fire) લાગી ગઈ હતી, જે બાદ આગ પ્રસરતા બાજુમાં આવેલા એગ્રો સેન્ટરનું (Agro Center) બિયારણ સહિત ખાતરનો જથ્થો બળીને ખાખ થવા પામ્યો હતો. અંદાજે કુલ 7 લાખનું નુકશાન (Loss) થયું હોવાનો મકાન માલિક અને એગ્રો માલિકે દાવો ર્ક્યો છે.

  • આગ પ્રસરતા મકાનના બાજુમાં આવેલા એગ્રો સેન્ટરનું બિયારણ સહિત ખાતરનો જથ્થો બળીને ખાખ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના દેવલપાડામાં રહેતા મનસુખભાઇનાં ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેના કારણે મનસુખભાઇની દિવાલને અડીને આવેલા કિશાન એગ્રો સેન્ટર પણ આગની ચપેટમાં આવી ગયું હતું. તેથી મકાન તથા કિશાન એગ્રો સેન્ટરમાં એકાએક આગ પ્રસરી જતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ ડિઝાસ્ટર વિભાગની ટીમને થતાં તાત્કાલિક સ્થળ પર ફાયર વાહન સાથે ધસી જઈ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મનસુખભાઈનાં ઘરનું સામાન આગમાં બળીને ખાખ થઈ જતાં તેઓ બેઘર અને નિરાધાર થવા પામ્યા છે. તેમજ એગ્રો સેન્ટરમાં રાખવામાં આવેલા બિયારણનો વ્યાપક પ્રમાણમાં નાશ થઈ ગયો છે. મકાન માલિક મનસુખભાઈએ જણાવ્યું હતું કે, ઘર આગમાં બળી જવાને કારણે ઘરવખરીને જંગી નુકશાન થયું છે. ઘર આગમાં બળી જવાને કારણે અંદાજે 3 લાખનું નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાય કરવામાં આવે તેવી અરજ છે. તેમજ કિશાન એગ્રો સેન્ટરના માલિક ગુલાબભાઈ સંજયભાઈ ગવળીએ જણાવ્યું હતું કે, એગ્રો સેન્ટરમાં મૂકવામાં આવેલા બિયારણ આગની ચપેટમાં આવતા બળીને ખાખ થઈ જવા પામ્યા છે.

ચીખલીના ખૂંધની દુકાનમાં આગ લાગતા રોકડા 40000 બળી ગયા
ઘેજ : ચીખલી નજીકના ખૂંધમાં કોલેજ રોડ સ્થિત કલરની દુકાનમાં મળસ્કે અચાનક આગ ફાટી નીકળી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ બુધવારે મળસ્કે ખૂંધમાં કોલેજ રોડ ઉપર મરઘા ફાર્મની બાજુમાં આવેલી શ્રીરામ પેઇન્ટસ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દુકાનમાં રાખેલા કલરના ડબ્બા, ટેબલ, ખુરશી, કલર મશીન, કેમેરા ઉપરાંત રોકડા 40000 તથા અન્ય સામગ્રી મળી 10 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. દુકાનમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હોવાનું જણાતા આ અંગેની જાણ દુકાન માલિક અનિલ અંબુભાઇ ગોહિલે (રહે. બામણવેલ પહાડ ફળિયા તા. ચીખલી) કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top