SURAT

ઇચ્છાપોર નજીક હાઈટેન્શન લાઇનના સ્પાર્કથી આખી ટ્રક ભડકે બળી, ડ્રાઇવર ટ્રકમાંથી બહાર ફેંકાયો

સુરત: શહેરના ઇચ્છાપોર વિસ્તારમાંથી ગઇકાલે એટલેકે બુધવારે આગ (Fire) લાગવાની ઘટના બની હતી. જેમાં હાઇટેન્શન (Hightension) વાયરના સ્પાર્કને (Spark) ટ્રક અડી જતા આખી ટ્રક ભડકે બળી ગઇ હતી. ટ્રક ડ્રાઇવર કરંટના (Current) કારણે ટ્રકમાંથી બહાર ફેંકાઇ ગયો હતો. પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ કરી લેવાયો હતો. તેમજ 30 મીનીટની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી હતી.

  • ઇચ્છાપોર ફાટક નજીક ટ્રક હાઈટેન્શન લાઇનને અડી જતા આગ લાગી
  • ટ્રક ડ્રાઇવર કરંટના કારણે ટ્રકમાંથી બહાર ફેંકાયો
  • ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવ

સુરત ઇચ્છાપોર ફાટક નજીક ટ્રક પાર્ક કરતી વેળાએ ટ્રક હાઈટેન્શન લાઇનને અડી જતા ટ્રક ડ્રાઇવર બહાર ફેંકાઈ ગયો હતો. જ્યારે આ દુર્ઘટનામાં હાયટેન્શન લાઇનના સ્પાર્કથી આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. બુધવારની બપોરે આગ લાગતાની સાથે જ આખા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.ઘટનની જાણ ફાયર વિભાગને કરાતા જ પાલનપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

વધુમાં માહિતી મળી હતી કે હજીરા મલગામ ગામે હેલા ઇંન્ફ્રા માર્કેટીંગ નામની સિમેન્ટ ફેક્ટરીમાં બપોરે ટ્રક (નંબર GJ-05-C-1605) રો મટીરીયલ લેવા પહોંચી હતી. જે જગ્યાએ ટ્રકને પાર્ક કરી હતી તેની ઉપરથી પસાર થતા એક હાઇટેંશન વાયરમાં સ્પાર્ક થતાં જ ટ્રકમાંથી કરંટ પસાર થઇ ગયો હતો. તેમ જ ટ્રક ભડ ભડ બળવા લાગી હતી અને ડ્રાઇવર ટ્રકની બહાર ફેંકાઇ ગયો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના બુધવારની બપોરની હતી. ટ્રકમાં આગ લાગ્યાના કોલથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લેવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. દુર્ઘટના પાછળ હાયટેન્શન લાઇનમાં થયેલો સ્પાર્ક હોવાનું સામે આવ્યું હતું. ટ્રક પાર્કિંગ કરતા સમયે હાયટેન્શન લાઈનને અડી જતા આગ લાગી ગઈ હતી.

ફાયર ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે, મલગામમાં સિમેન્ટ ફેકટરીમાં રો-મટીરીયલ લેવા આવેલી ટ્રકમાં આગ લાગી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઘટનામાં ડ્રાઇવર હાયટેન્શન લાઇનનો કરંટ લાગતા ટ્રકમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. જોકે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાતા બચી ગયો હતો. ડ્રાઈવરનું નામ કિશોર ભીમજી કરશા હોવાનું અને લગભગ 45 વર્ષના હોવાનું સામે આવ્યું હતું. હાલ ડ્રાઇવરની તબિયત સારી છે.

Most Popular

To Top