Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા જોઈ બોલિવુડનો સિંગર મંત્રમુગ્ધ થયો, કહ્યું…

ભરૂચ: પ્રખ્યાત બોલીવુડ (Bollywood) ગાયક (PlaybackSinger) જુબિન નૌટિયાલે (JubinNautiyal) ગુરુવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની (StatueOfUnity) મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે સરદાર પટેલની (SardarPatel) 182 ફૂટ ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થયા હતા. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા જોઇ જુબિન નૌટિયાલ અત્યંત ભાવવિભોર થયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ જુબિન નૌટિયાલે ગર્વની લાગણી અનુભવી હતી. જુબિન નૌટિયાલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમાં સમગ્ર ભારત દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને પ્રણામ કરવાનો મને મોકો મળ્યો. મને ગુજરાતથી ખુબ પ્રેમ અને આદર-સમ્માન મળ્યું છે. હું ગુજરાતના લોકો, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીનો આભાર માનું છું.મને જ્યારે પણ મોકો મળશે ત્યારે જરૂર અહીં ફરીથી મુલાકાત લઇશ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન જુબિન નૌટિયાલે એક બાળકની ઈચ્છા પણ પૂરી કરી હતી. જુબીન નૌટિયાલ પરત ફરવા કારમાં બેસી ગયા હતા, તે દરમિયાન મોરબીથી આવેલા બાળ પ્રવાસી ઉજ્જવલ આચાર્યએ જુબીન નૌટિયાલને ફોટો પડાવવા વિનંતી કરી હતી.

નાના બાળકની લાગણીને માન આપીને જુબીન નૌટિયાલે કારમાંથી ઉતરી બાળક સાથે ફોટો પડાવ્યો હતો. નાના બાળકનો પરિવાર પણ આ ઘટનાથી ખુશ થયો હતો અને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમારી મુલાકાત સફળ રહી, આ મુલાકાત અમને આજીવન યાદ રહેશે.

આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના નાયબ કલેક્ટર શિવમ બારીયાએ કોફી ટેબલ બૂક અને મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ અને ગાઈડ ઝુબિન ગમીરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓથી વાકેફ કર્યા હતા.

Most Popular

To Top