Dakshin Gujarat

છૂટાછેડા થઈ ગયા બાદ પત્નીના ન્યૂડ વીડિયો અને ફોટા વાયરલ કરવાની પતિની ધમકી

નવસારી : નવસારીમાં (Navsari) પતિ-પત્નીના પવિત્ર સંબંધને સર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પતિએ પત્નીના ન્યૂડ વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરી સમાજમાં બદનામ કરતા મામલો નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે.

  • નવસારીમાં બનેલી પતિ-પત્નીના પવિત્ર સંબંધને સર્મસાર કરે તેવી ઘટના
  • પતિએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેણીની પોસ્ટ મૂકી સમાજમાં બદનામ કરતા ફરિયાદ

મળતી માહિતી મુજબ, નવસારીમાં રહેતા હાર્દિકભાઈ સુરેશભાઈ ટાંકે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન હાર્દિકે તેની પત્નીના ન્યૂડ વીડિયો ઉતર્યા હતા અને ફોટાઓ પાડ્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ વચ્ચે મતભેદ ઉભો થતા તેઓના છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ માનસિક વિકૃતતા ધરાવતા હાર્દિકે તેની પત્નીને ન્યૂડ વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકીઓ આપી હેરાન કરતો હતો. એટલું જ નહીં હાર્દિકે તેને બદનામ કરવાની કોઈ કસર છોડી ન હતી. ત્યારબાદ પણ હાર્દિક તેણીનો નોકરીના સ્થળે પીછો કરી હેરાન કરતો હતો. આ સિવાય હાર્દિકે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેણીની પોસ્ટ મૂકી તેમજ વોટ્સએપ પર સ્ટેટ્સ મૂકી સમાજમાં બદનામ કરી હતી. આ બનાવ અંગે તે યુવતીએ નવસારી ટાઉન પોલીસ મથકે હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. ઋષિભાઈને સોંપી છે.

નવસારી – વલસાડમાં પ્રોહીબિશનના 6 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે નવસારી અને વલસાડમાં 6 પ્રોહીબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ આરોપી અને ગણદેવી મોહનપુર ગામે ઘોડિયાવાડમાં રહેતા વિકાશભાઈ શંકરભાઇ પટેલ અમલસાડ ગાંધી નગર જવાના નાકા ઉપર કાળી ટીશર્ટ અને કાળી પેન્ટ પહેરી ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ વિકાસને ઝડપી પાડ્યો હતો. આરોપી વિકાસ વિરુદ્ધ ડુંગરી પોલીસ મથક, વલસાડ રૂરલ પોલીસ મથક, વલસાડ સીટી પોલીસ મથક, વાપી ટાઉન પોલીસ મથક અને જલાલપોર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હતો.

Most Popular

To Top