Gujarat

વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો: પટેલ દંપતીને ઘરમાં એકલા જોઈ ફર્નિચર કામ કરતા મિસ્ત્રીએ બનાવ્યો હત્યાનો પ્લાન

અમદાવાદ : અમદાવાદના ચકચારીત દંપતીની હત્યા (couple murder mystery) કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓ(accused)ની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહામહેનતે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાથે જ હત્યા બાદ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે.

અમદાવાદના થલતેજ પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા બાદ લૂંટ ચલાવવવામાં આવી હતી, જે કેસના આરોપીઓની શોધખોળ હેતુ પોલીસે ભારે જહેમત ઉઠાવીને સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા તપસ્યા હતા, અને ક્રાઇમ બ્રાન્ચ (Ahmadabad crime branch police) દ્વારા ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ પાંચ આરોપીઓની ધરપકડ બાદ તપાસમાં સામે આવ્યું છે, કે બંગલામાં મિસ્ત્રીકામ કરતા શખ્સે આખી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. માટે હવે એકલવાયું જીવન જીવતા લોકો માટે પણ આ એક ચેતવા સમાન ઘટના કહી શકાય..

ફર્નિચરનું કામ કરનારા વ્યક્તિએ જ ઘડ્યો હતો હત્યાનો માસ્ટર પ્લાન

આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલ વ્યક્તિએ આ માસ્ટર માઈન્ડ પ્લાન્ટ ઘડ્યો હતો, અને લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર પણ બનાવ્યું હતું. મળતી માહિતીના આધારે સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે. આરોપીઓ પૈકી માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. જેથી ઘરમાં દાદા-દાદી એકલાં હોવાની જાણ સાથે જ ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને થઇ ગઈ હતી. જેથી તેણે તેમની એકલતાનો લાભ ઉઠાવવા આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

200 સીસીટીવી તપાસ્યા બાદ પોલીસને મળી સફળતા

અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીની હત્યાનું કવતરૂ ઘડનારને એ તો જાણ હતી કે દંપત્તિ એકલા છે, પણ આરોપીઓને નીકળવાના રસ્તામાં પડતા કેમેરાથી અજાણ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસને ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં દેખાયા હતા, અને લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. જેમાં પ્રથમ પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે ઘટના બાદ પોલીસે આસપાસના વિસ્તારના લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. અને આખરે પોલીસને સફળતા મળી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમા કહે છે કે, આ ઘટનામાં માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિઝોરાનો રહેવાસી અને અમદાવાદમાં રહીને મિસ્ત્રીકામ કરતો હતો, જેણે સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત તેણે મદદ માટે ગિઝોરાથી પોતાના સાથીઓને પણ બોલાવીને સામેલ કર્યા હતા. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top